વધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત હાંસલ કર્યા બાદ પીએમ મોદીએ આજે સાંજે 7 વાગ્યે પોતાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણની ઠીક પહેલા સમાચાર આવી રહ્યા છે કે કેબિનેટમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં ન આવતાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર નારાજ થઈ ગયા છે.
શપથ ગ્રહણમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ મંત્રિમંડળમાં જેડીયૂના માત્ર એક વ્યક્તિને સામેલ કરવા માંગી રહ્યા હતા. માટે તેઓ આ એક પ્રતીકાત્મક ભાગીદારી હતી. અમે તેમને સૂચિત કર્યા છે કે આ ઠીક છે, અમને આની આવશ્યકતા નથી. આ કોઈ મોટો મુદ્દો નથી, અમે સંપૂર્ણ રીતે એનડીએમાં છીએ અને પરેશાન નથી, અમે એક સાથે કામ કરી રહ્યા છીએ, કોઈ ભ્રમ નથી.
Bihar CM Nitish Kumar: They wanted only 1 person from JDU in the cabinet, so it would have been just a symbolic participation.We informed them that it is ok we don't need it. It is not a big issue, we are fully in NDA and not upset at all.We are working together,no confusion. pic.twitter.com/AsDa8EUnUN
— ANI (@ANI) May 30, 2019
નીતિશ કુમારે એલાન કર્યું કે તેમની પાર્ટી એનડીએનો ભાગ રહેશે પરંતુ સરકારમાં સામેલ નહિ થાય. નીતિશ કુમારે કહ્યું કે મંત્રીઓને સામેલ કરવાને લઈ ભાજપ તરફથી મળેલ પ્રસ્તાવને તેમણે મંજૂરી નથી આપી. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-દુનિયાના 6000થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમિત શાહ પણ મોદી સરકારમાં મંત્રી બનશે, ગુજરાત ભાજપના અધ્યક્ષે શુભકામના પાઠવી