ફ્લોર ટેસ્ટ પહેલા ડીકે શિવકુમારની બાગી વિધાયકોને ભાવુક અપીલ
કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની અગ્નિપરીક્ષા છે, જે રીતે કોંગ્રેસ અને જેડીએસ વિધાયકો ઘ્વારા થોડા દિવસ પહેલા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે તેને કારણે કર્ણાટકની કુમારસ્વામી સરકાર પર સંકટ ઉભું થયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર ઘ્વારા લોકોને આ વાતનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે સરકાર પર કોઈ જ સંકટ નથી પરંતુ તેમને બધા જ બાગી વિધાયકો સાથે અપીલ પણ કરી છે. ખરેખર સુપ્રીમકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે બધા જ બાગી વિધાયકો ફ્લોર ટેસ્ટમાં જોડાય તે બાધ્ય નથી. ત્યારપછી ડીકે શિવકુમારે તે વિધાયકોને અપીલ કરી કે હજુ પણ સમય છે, અમને વિશ્વાસ છે કે અમારા દોસ્તોનું દિમાગ સારું કામ કરશે.
ડીકે શિવકુમારે કહ્યું કે આ વિધાનસભ્યોવિધાયકો અમારા માટે મહત્વપૂર્ણ છે, તેઓ પાંચથી છ વખત વિધાયકો રહ્યા છે. આપને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયા ઉપર રાજ્યમાં કોંગ્રેસ-JDS 16 ધારાસભ્યો ઘ્વારા રાજીનામુ આપીને ગઠબંધન સરકાર છોડી દીધું. શિવકુમાર સતત બળવાખોર ધારાસભ્યોને સમજાવવા પ્રયાસ કરે છે, પરંતુ અત્યાર સુધી, ધારાસભ્યોના વલણમાં કોઈ પરિવર્તન નથી. બધા ધારાસભ્યોને સમજાવવા માટે શિવકુમાર મુંબઇના હોટલમાં પણ પહોંચ્યા હતા, પરંતુ તેમને હોટેલની બહાર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને આ ધારાસભ્યો શિવકુમારને મળ્યા નહોતા.
ડીકે શિવકુમારે અપીલ કરી
જો કે, કોંગ્રેસે તમામ બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે કે જો તેઓ પાર્ટીના આદેશને નહીં માને, તો તેમને અયોગ્ય જાહેર કરવામાં આવશે. ડીકે શિવકુમારે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે તમામ ધારાસભ્યોને અપીલ કરવા માંગે છે કે તમે તમારી સદસ્યતા ના છોડો શિવકુમારે કહ્યું કે સદસ્યતા છોડ્યા પછી તમે મંત્રી નહીં બની શકો.
કર્ણાટકઃ વિશ્વાસ મત પહેલા કોંગ્રેસના એક બાગી ધારાસભ્યએ રાજીનામુ પાછુ લીધુ