For Quick Alerts
For Daily Alerts
મિશન 2014 પહેલા બીજેપીને મોટો ઝટકો!
પટણા, 22 જુલાઇ : બિહારમાં સુશીલ મોદીની સામે ભાજપાના ધારાસભ્ય અમરનાથ ગામી બાદ વિજય મિશ્ર અને અવનીશ કુમારે પણ બળવો પોકાર્યો છે અને ગામીએ તેમની પર પાર્ટીને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો અને જવાબમાં પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. આની વચ્ચે બિહારના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે બિહાર બીજેપીના 42 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે જેમને તેઓ ગમેત્યારે ફોડી શકે છે.
સમાચાર છે કે ગામીની જેમ ઘણા ધારાસભ્યો પણ જઇ શકે છે, જેના કારણે 2014 પહેલા બીજેપી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બીજેપીની સત્તામાંથી ભાગીદારી ખતમ થયા બાદ ધારાસભ્યોની નારાજગી પણ સામે આવી રહી છે.
એક તરફ અમરનાથ ગામી સુશીલ મોદી પર બિહાર બીજેપીને હાઇજેક કરવાનો આરોપ લગાવી રહ્યા છે તો પાર્ટીએ તેમના નિવેદનને બળવો ગણાવી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા.
અમરનાથ ગામીના સસ્પેન્ડ થયા બાદ બીજેપીના બીજા ધારાસભ્યોના પણ વિરોધી સૂર સામે આવવા લાગ્યા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને વિધાયક અવનીશ કુમાર સિંહે પણ સુશીલ મોદીના કામકાજ પર સવાલ ઉઠાવ્યો છે. અવનીશ કુમાર સિંહ પશ્ચિમ ચમ્પારણના ચિરૈયાથી બીજેપીના ધારાસભ્ય છે.