For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિનપિંગ સાથેની મુલાકાત બાદ બોલ્યા મોદી, ભારત-ચીન વચ્ચે નવા યુગની શરૂઆત

જિનપિંગ સાથેની મુલાકાત બાદ બોલ્યા મોદી, ભારત-ચીન વચ્ચે નવા યુગની શરૂઆત

|
Google Oneindia Gujarati News

મમલ્લાપુરમઃ પીએમ મોદીએ શનિવારે કહ્યું કે ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે થયેલ ઈનફોર્મલ સમિટે બે દેશો વચ્ચે નવા યુગની શરૂઆત કરી છે. પીએમ મોદીએ આ વાત એવા સમયે કહી જ્યારે બંને નેતા ઈનફોર્મલ સમિટના બીજા દિવસે ડેલીગેશન લેવલની ચર્ચામાં સામેલ થઈ રહ્યા હતા. જણાવી દઈએ કે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ હતો. શુક્રવારે ચન્નઈ પહોંચેલ જિનપિંગે આજે પીએમ મોદી સાથે કોવલમના તાજ ફિશરમૈનમાં વિસ્તૃત ચર્ચા કરી. ચીની પ્રેસિડેન્ટ અહીંથી નેપાળ માટે રવાના થઈ ચૂક્યા છે.

modi

આ એક હાર્ટ-ટૂ-હાર્ટ વાર્તા

જિનપિંગે પીએમ મોદી તરફથી કરવામાં આવેલ ટિપ્પણીનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો. જિનપિંગે આ સમિટને લઈ પોતાના અનુભવો શેર કર્યા. તેમણે કહ્યું કે, 'આપણે બંનેએ મિત્રોની જેમ ચર્ચા કરી, દ્વિપક્ષીય સંબંધો પર આ દિલથી દિલ સુધી ચર્ચા થઈ હતી.' ચીની પ્રેસિડેન્ટે આગળ કહ્યું કે, ભારતમાં થયેલ સ્વાગતથી હું અને મારા સાથીઓ ઘણા ખુશ અને અભિભૂત છીએ. અમારા માટે આ હંમેશા એક યાદગાર અનુભવ રહેશે. બંને નેતાઓની વચ્ચે વન ટૂ વન મીટિંગ બાદ ડેલીગેશન લેવલની ચર્ચા થઈ. બંને નેતા કોવલમના તાજ ફિશરમૈન કોવમાં મળ્યા અને બંગાળની ખાડીમાં સ્થિત આ ફાઈવ સ્ટાર રિસોર્ટમાં બંને નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દાઓ પર ચર્ચા થઈ. શી જિનપિંગ શનિવારે પોતાના લાવ-લશ્કર સાથે ચેન્નઈથી ફિશરમૈન પહોંચ્યા હતા. અહીં પર પીએમ મોદીએ તેમને રિસીવ કર્યા અને પછી અહીંથી ગોલ્ફ કોર્ટમાં સવાર થઈ બંને ચર્ચા સ્થળ સુધી પહોંચ્યા હતા.

એક કલાક વાર્તાલાપ ચાલ્યો

બંને નેતાઓ વચ્ચે કલાક સુધી ડેલીગેશન લેવલનો જે વાર્તાલાપ થયો, તેમાં એનએસએ અજિત ડોભલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ હતા. બંને નેતાઓએ સાથે લંચ કર્યું અને તે બાદ બંને નેતા ફરી એકવાર વન ટૂ વન મીટિંગ માટે થોડો સમય માટે મળ્યા. અહીંથી જિનપિંગ નેપાળ માટે રવાના થઈ ગયા છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ડિનર પર એક ખુલ્લી ચર્ચા થઈ અને અઢી કલાક સુધી બંને નેતાઓ સાથે જ હતા. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ માન્યું કે ભારત અને ચીન બંને જ વિશાળ દેશ છે અને ચરમપંથ બંને દેશ માટે ચિંતાનો વિષય છે. વિજય ગોખલેના શબ્દોમાં પીએમ મોદી અને પ્રેસિડેન્ટ શી જિનપિંગે એક સાથે આ દિશામાં કામ કરવાની ઈચ્છા જતાવી કે ચરમપંથ અને આતંકવાદ બંનેના કારણે દેશોની સંસ્કૃતિને નુકસાન ન થવું જોઈએ. ડિનર પહેલા પીએમ મોદી અને પ્રેસિડેન્ટ જિનપિંગ વચ્ચે જે ચર્ચા થઈ તેમાં માત્ર ટ્રાન્સલેટર્સ જ હાજર હતા.

પીએમ મોદી અને જિનપિંગની બેઠક 5 કલાક સુધી ચાલી, આ મુદ્દાઓ પર થઈ વાતચીતપીએમ મોદી અને જિનપિંગની બેઠક 5 કલાક સુધી ચાલી, આ મુદ્દાઓ પર થઈ વાતચીત

English summary
beginning of the new era between india and china says pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X