15 વર્ષની દીકરીએ પ્રેમી સાથે મળીને પિતાની કરી ક્રૂર હત્યા
બેંગલુરુમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે જ્યાં 15 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી દીધી છે. મૃતક જય કુમાર જૈનની હત્યાના આરોપમાં દીકરી સાથે તેના 18 વર્ષના પ્રેમીની પણ ધરપકડ કરવામાં આવી છે. વળી, પોલિસે જણાવ્યુ કે કઈ રીતે છોકરીએ પોતાના દોસ્તની મદદથી શબને સગેવગે કરવાની કોશિશ કરી. દીકરીએ પિતાની હત્યા કેમ કરી, આ કારણ એથી પણ વધુ ચોંકાવનારુ છે.

પિતાને દૂધમાં નશીલી ગોળી મિલાવીને આપી
જણાવવામાં આવી રહ્યુ છે કે છાત્રાના પિતા તેના અફેરથી નારાજ હતા અને આના માટે છોકરી પણ પિતાથી નારાજ હતી. પિતાએ છોકરીને એ છોકરા સાથે વાત કરવાથી રોકી હતી. દરેક વસ્તુ પર રોક અને બૉયફ્રેન્ડ માટે ટેન્શનમાં રહેતી દીકરીએ પોતાના પિતાને મારવાનો પ્લાન બનાવ્યો. દીકરીએ પિતાને દૂધમાં નશાની ગોળી મિલાવીને આપી દીધી. જ્યારે જય કુમાર સૂઈ ગયા તો છોકરી અને તેના પ્રેમીએ કથિત રીતે તેનુ ગળુ કાપી નાખ્યુ.

ગળુ કાપ્યા બાદ શબને બાળી નાખ્યુ
જો કે ત્યારબાદ પણ બંને આટલેથી અટક્યા નહિ. બંનેએ 41 વર્ષના જયકુમાર જૈનના શબને ઢસડીને બાથરૂમમાં લઈ ગયા અને તેને આગના હવાલે કરી દીધી. જ્યારે પડોશીઓએ ઘરમાંથી ધૂમાડો નીકળતો જોયો તો તેમણે તરત જ પોલિસને આની સૂચન આપી. ત્યારબાદ ફાયરબ્રિગેડને પણ આગ લાગવાની માહિતી આપવામાં આવી. વળી, મોકા પર પહોંચેલી પોલિસ ટીમ તરત જ ઘરમાં દાખલ થઈ.
આ પણ વાંચોઃ સેક્રેડ ગેમ્સ 2માં સૈફ અલી ખાનની આ હરકતથી વધ્યો વિવાદ, કાયદાકીય કાર્યવાહીની ધમકી

દીકરીના અફેરથી નારાજ હતા પિતા
ઘરમાં દાખલ થવા પર પોલિસે જોયુ કે જયકુમારનું અડધુ બળેલુ શબ બાથરૂમમાં પડ્યુ હતુ અને તેના પર ચાકૂથી વાર કર્યા બાદ ઘણા ઘા હતા. પોલિસને શક થયો તો તેમણે છોકરી અને તેના પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી. પોલિસની પૂછપરછમાં બંનેએ વિરોધાભાસી નિવેદન આપ્યા તો પોલિસની શંકા વધુ ઘેરી બનવા લાગી. પોલિસે થોડી કડકાઈ બતાવી તો બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો. જય કુમાર રાજસ્થાનના રહેવાસી હતા અને રજનીનગર વિસ્તારમાં તેમની કપડાની દુકાન હતી. જે સમયે આ ઘટના બની એ સમયે જય કુમારની પત્ની અને દીકરો પુડુચેરીમાં કોઈ લગ્ન સમારંભમાં શામેલ થવા ગયા હતા.