મધ્ય પ્રદેશનું રાજકીય નાટકઃ બાગી ધારાસભ્યોને મળવા બેંગ્લોર પહોંચ્યા દિગ્વિજય સિંહના ધરણા
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ બેંગ્લોર સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ આજે સવારે બેંગ્લોરના રામદા હોટલ પહોંચ્યાં. અહીં રોકાયેલા બાગી ધારાસભ્યોને મળવા માટે તેઓ હોટલમાં પ્રવેશ કરવા લાગ્યા, પરંતુ પોલીસે ધારાસભ્યો સાથે તેમને મળવા ના દીધા. ત્યારે બુધવારે વહેલી સવારે રામદા હોટલમાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા હોટલની બહાર એકઠા થવા લાગ્યા.
બાગી ધારાસભ્યોને મળવા માટે દિગ્વિજયસિંહ પહોંચ્યા હતા. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ શિવકુમાર પણ હાજર હતા. બંનેને પોલીસે હોટલમાં ઘૂસવાથી રોકી મૂક્યા, જે બાદ ત્યાં બબાલ શરૂ થી. નારાજ દિગ્વિજય સિંહ હોટલની બહાર જ ધરણા પર બેસી ગયા. ધરણા પર બેઠેલા દિગ્વિજય સિંહને પોલીસે હટાવવાની કોશિશ કરી, પરંતુ કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ સાથે હોટલની બહાર અનશન પર બેઠેલા દિગ્વિજય સિંહ ટસથી મસ ના થયા. તેમણે કહ્યું કે હું મધ્ય પ્રદેશથી કોંગ્રેસનો રાજ્યસભાનો સભ્ય છું. 26 માર્ચે તેના માટે વોટિંગ નાર છે. અહીં મારા ધારાસભ્યો છે, જેઓ મારી સાથે વાત કરવા માંગે છે. તેમના ફોન છીનવી લેવામાં આવ્યા છે. હું તેમને મળવા આવ્યો છું, પરંતુ પોલીસ મને મળવા નથી દેતી. કહેવાઈ રહ્યું છે કે ધારાસભ્યોની સુરક્ષાને ખતરો છે.
જણાવી દઈએ કે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર ખતરામાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના ગુટના 21 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ સરકાર પર ખતરો મંડરાયો છે. વિપક્ષી દળ ભાજપ દ્વારા કોંગ્રેસ સમક્ષ ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. જ્યારે કોંગ્રેસ સરકાર કોરોનાવાઈરસના બહાને તેને નજરઅંદાજ કરી રહી છે. હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે જેના પર આજે સુનાવણી થશે. જ્યારે મધ્ય પ્રદેશમાં લેટર વૉર પણ ચાલુ છે. કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ રાજ્યપાલ લાલજી ટંડનને ચિઠ્ઠી લખીને ધારાસભ્યોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી તો જવાબી ચિઠ્ઠીમાં રાજ્યપાલે પ્રહારાત્મ જવાબ મોકલ્યો.
મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો