
બેંગલુરુ હિંસાઃ મેજિસ્ટ્રેટ કરશે તપાસ, નુકશાનની થશે ભરપાઈ
ફેસબુક પોસ્ટના કારણે બેંગલુરુમાં થયેલી હિંસાની બુધવારે કર્ણાટક સરકારે તપાસના આદેશ આપી દીધા છે. કર્ણાટક સરકારે આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા કરાતી તપાસના આદેશ આપ્યા છે. ગૃહમંત્રી વાસવારાજ બોમઈએ કહ્યુ કે હિંસા દરમિયાન જે લોકોએ સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડ્યુ છે તેમની ઓળખ કરીને તેની ભરપાઈ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે બેંગલુરુ હિંસામાં ત્રણ હુલ્લડખોરોનુ પોલિસ ફાયરીંગમાં મોત થઈ ગઈ હતુ જ્યારે લગભગ 50 પોલિસવાળા આ હિંસામાં ઘાયલ થઈ ગયા હતા.

સીઆરપીએફની 6 કંપનીઓ તૈનાત, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફની 6 કંપનીઓ મોકલવામાં આવી હતી જેનાથી સ્થિતિ પર કાબુ મેળવી શકાય. શહેરના પોલિસ કમિશ્નરે બુધવારે કહ્યુ કે આખા શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે ત્યારબદા ક્યાંય પણ એકસાથે ચાર કે તેનાથી વધુ લોકો જમા ન થઈ શકે. આ ઉપરાંત ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ 15 ઓગસ્ટ સુધી લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પોલિસ સ્ટેશનને તોફાનીઓએ આગના હવાલે કરી દીધુ હતુ. ગૃહમંત્રીએ કહ્યુ કે આ રીતની સ્થિતિને પહોંચી વળવા માટે માનવાધિકાર પંચની ગાઈડલાઈન છે, જે હેઠળ કેસની ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બેંગલુરુમાં થયેલી હિંસા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ જેમાં તપાસનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી સાથેની બોઠક પહેલા બોમઈએ કહ્યુ કે કિક સરકારે નિર્ણય લીધો છે કે પલ્બિક પ્રોપર્ટીને જે નુકશાન થયુ છે તેની ભરાઈ તોફાનીઓ પાસેથી લેવામાં આવશે.

ગૃહમંત્રીએ આપ્યા આદેશ
ગૃહમંત્રીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે નિર્ણય લીધો છે કે સાર્વજનિક સંપત્તિને તોફાનીઓએ જે નુકશાન કર્યુ છે તેની ભરપાઈ આ લોકો પાસેથી જ કરાવવામાં આવશે. મે આ બાબતે જરૂરી પગલા લેવાના નિર્દેશ આપ્યા છે. ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલિસ સ્ટેશન વિસ્તારમાં બસ, ગાડીઓને નુકશાન કરવામાં આવ્યુ છે. આ બધા નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. મીડિયા અને સીસીટીવી ફૂટેજના આધારે આ લોકો પાસેથી નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. આ ઘટના બાદ બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યુ હતુ કે હું મુખ્યમંત્રીને અપીલ કરુ છુ કે જે લોકોએ સાર્વજનિક સંપત્તિને નુકશાન કર્યુ છે તેમની સંપત્તિને જપ્ત કરીને તેની ભરપાઈ કરવામાં આવે જેવુ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે કર્યુ હતુ. બેંગલુરુ પોતાની શાંતિ અને સૌહાર્દ માટે ઓળખાય છે. આપણે પોતાના શહેરની શાખને દરેક કિંમતે બચાવવાની છે. કર્ણાટકના નાણામંત્રી આર અશોકાએ આ હિંસાને સુનિયોજિત ગણાવીને કહ્યુ કે દેશદ્રોહીઓ સાથે કડકાઈ કરવામાં આવે.

કોંગ્રેસ ધારાસભ્યએ માંગી સુરક્ષા
વળી, આ હિંસા પર કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસે કહ્યુ કે અમુક લોકોએ મંગળવારે મારા ઘરમાં આગ લગાવી દીધી હતી. સાથે જ તેમણે પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. પોલિસે આ મામલે તપાસ કરવી જોઈએ. સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યુ કે જો એક ધારાસભ્ય સાથે આવુ થઈ શકે તો સામાન્ય નાગરિકનુ શું. ધારાસભ્ય મુજબ તેમણે ઘટના પર ગૃહમંત્રી, પોલિસ અધિકારીઓ અને પોતાની પાર્ટીના નેતાઓ સાથે વાત કરી છે. જે લોકોએ આવુ કર્યુ છે તે તેમના મત વિસ્તારના નથી, બહારના હતા. તેમણે સુરક્ષા વધારવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે શ્રીનિવાસના ભત્રીજાએ જ ભડકાઉ પોસ્ટ કરી હતી જે બાદ હિંસા ભડકી. આ હિંસાાં અધિક પોલિસ કમિશ્નર સહિત 60 પોલિસવાળા ઘાયલ થયા છે. વળી, 3 ઉપદ્રવીઓના મોત પણ થયા છે. આ મામલે પોલિસે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયાના એક નેતાની ધરપકડ કરી છે. પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા નેતાનુ નામ મુઝમ્મિલ પાશા જણાવાઈ રહ્યુ છે. આ સંગઠનનુ નામ હિંસા ભડકાવવામાં પહેલા આવ્યુ હતુ.
સૈફ અલી ખાને કહ્યુ - હા, કરીના કપૂર ફરીથી મા બનવાની છે