For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેની પ્રસાદે આપી કોંગ્રેસ છોડવાની ધમકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

beni-prasad-verma
નવી દિલ્હી, 4 જૂલાઇ: સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ વિરૂદ્ધ બોલવા પર મનાઇ ફરમાવતા કોંગ્રેસ છોડવાની ધમકી આપી દિધી છે. તેમને કહ્યું હતું કે આ મુદ્દે તેમને કોંગ્રેસનું અપમાન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી બેની પ્રસાદ વર્માએ થોડા દિવસો પહેલાં મુલાયમ સિંહ યાદવને લઇને વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં ખળભળાટ મચાવી દિધો હતો. બેની પ્રસાદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુલાયમ સિંહ તો વડાપ્રધાનના ઘરની બહાર ઝાડુ મારવાના લાયક પણ નથી.

બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે મુલાયમ સિંહ વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં છે, પરંતુ પહેલાં તેમને વડાપ્રધાનના ઘરની બહાર સફાઇ કરવાની નોકરી માટે પ્રયત્ન કરવો જોઇએ. 77 વર્ષના બેની પ્રસાદે ફૈઝાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

English summary
In contrast to reports of him regretting his anti-Mulayam diatribe, Congress leader Beni Prasad Verma on Thursday threatened to quit the party saying that he had been insulted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X