For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં 9માં દિવસે હાઈકોર્ટની દખલથી ખતમ થઈ બેસ્ટ બસની હડતાળ

મુંબઈમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલ બૃહદ મુંબઈ ઈલેક્ટ્રીસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસોની હડતાળ બુધવારે ખતમ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલ બૃહદ મુંબઈ ઈલેક્ટ્રીસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસોની હડતાળ બુધવારે ખતમ થઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બેસ્ટ બસ કર્મચારીઓ તરફથી યુનિયનના વકીલે હડતાળ ખતમ કરવા પર સંમતિ વ્યક્ત કરી. બેસ્ટ કર્મચારીઓએ હડતાળ ખતમ કરવાનું એલાન હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર કેસને ઉકેલવા માટે મધ્યસ્થ નિયુક્ત કરાયા બાદ કર્યુ છે. કોર્ટે આ કેસમાં હાઈકોર્ટના પૂર્વ જજને મધ્યસ્થ નિયુક્ત કર્યા છે.

best bus

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન યુનિયને બેસ્ટના ઈન્ક્રીમેન્ટની ઓફર સ્વીકારી લીધી છે. આ ઉપરાંત અન્ય કેસ મધ્યસ્થી કરી રહેલ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટીસ સામે રાખવામાં આવશે. આ પહેલા મંગળવારે રાત સુધી હડતાળ પાછી લેવાનો બોમ્બે હાઈકોર્ટનો મૌખિક નિર્દેશ માનવાનો બેસ્ટકર્મીઓએ ઈનકાર ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે બેસ્ટની સૌથી મહત્વપૂર્ણ માંગ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) ના બજેટમાં બેસ્ટને શામેલ કરવાની છે. આનાથી નુકશાનમાં ચાલી રહેલી બેસ્ટે સેવાનું નુકશાન બીએમસીના કોષમાંથી પૂરુ કરી શકાય.

જ્યારે મુંબઈ બીએમસીમાં સત્તાધારી શિવસેના આના માટે તૈયાર નથી. તેમનો તર્ક છે કે બેસ્ટ ઉપક્રમને એ શરત પર અલગ કરવામાં આવી હતી કે તે ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની કમાણી કરશે. બીએમસીનું કહેવુ છે કે બેસ્ટનું લગભગ 550 કરોડ રૂપિયાનું નુકશાન તેને દર વર્ષે પાણી, વિજળી, હોસ્પિટલ, પાર્ક જેવી નાગરિક સુવિધાઓમાં ઘટાડો કરીને પૂરુ કરવુ પડશે કે જે સંભવ નથી. તમને જણાવી દઈએ કે બેસ્ટ પાસે લાલ રંગની 3,200 થી વધુ બસો છે જે શહેર ઉપરાંત નજીકના ઠાણે જિલ્લા અને નવી મુંબઈમાં સેવાઓ આપે છે. આ લોકલ ટ્રેન બાદ મુંબઈમાં વાહન વ્યવહારનું સૌથી મોટુ સાધન છે. આ બસોમાંથી લગભગ 80 લાખ મુસાફરો રોજ મુસાફરી કરે છે.

આ પણ વાંચોઃ સલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તારઆ પણ વાંચોઃ સલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર

English summary
BEST bus services resume after Bombay High Court ordered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X