સૂરજથી હજાર ગણા મોટા તારામાં થઈ શકે છે વિસ્ફોટ, તમે પણ જોઈ શકશો નઝારો
આકાશગંગાનો સૌથી ચમકતો તારો હવે ફીકો થવા લાગ્યો છે. આ તારાનુ નામ બીટલગ્યુઝ છે જેની ચમક ધીમે ધીમે ઘટી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ઑરિયન તારામંડળનો હિસ્સો આ લાલ રંગનો તારો હવે પ્રી-સુપરનોવા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સુપરનોવા એક એવો તબક્કો છે જેનાથી તારામાં વિસ્ફોટની સંભાવના રહે છે.

ધરતીથી 642.5 પ્રકાશ વર્ષ દૂર છે બીટલગ્યુઝ
સુપરનોવાને શક્તિશાળી તારકીય વિસ્ફોટ પણ કહેવામાં આવે છે. જેના કારણે તારો હંમેશા માટે ખતમ થઈ જાય છે. સ્લેટના રિપોર્ટ મુજબ છેલ્લા અમુક મહિનાઓથી બીટલગ્યુઝની ચમક ઘટી રહી છે જેના કારણે હવે તે સૌથી ચમકતા તારાઓમાં 20માં સ્થાને આવી ગયો છે. આ પહેલા તે 12માં સ્થાને હતો. બીટલગ્યુઝ ધરતીથી 642.5 પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે.

સૌથી નજીકનો સુપરનોવા
જો બીટલગ્યુઝમાં વિસ્ફોટ થાય તો ધરતી પર હાજર લોકો પણ તેને જોઈ શકશે. એટલે કે આ માનવને દેખાનાર સૌથી પહેલુ નજીકનુ સુપરનોવા હોઈ શકે છે. સેટના રિપોર્ટ મુજબ વિલનોવા વિશ્વવિદ્યાલયના ખગોળવિદ એડવર્ડ ગુઈનાને આ અંગેના આંકડા એકત્રિત કર્યા છે. આ આંકડાઓની માનીએ તો બીટલગ્યુઝ આવનારા 430 દિવસોમાં પોતાની રોશની ગુમાવી શકે છે.

‘ઘણુ બધુ અસામાન્ય થવાનુ છે'
જો આવુ થાય તો 21 ફેબ્રુઆરીએ આ સૌથી ઓછી રોશનીવાળા સ્તર પર પહોંચી જશે. અથવા આમાં વધુ એક અઠવાડિયાનો સમય પણ લાગી શકે છે. જો કે ગુઈનાન અને તેમના સહકર્મીઓને એ પણ જાણવા મળ્યુ કે તારાની રોશની જેટલી ઓછી થવી જોઈએ, તે એનાથી પણ ઓછી રોશનીમાં દેખાઈ રહ્યો છે. ગુઈનાને કહ્યુ, ‘તો ઘણુ બધા અસામાન્ય થવાનુ છે.'

દિવસના સમયે પણ જોઈ શકાશે નઝારો
સૂરજથી હજાર ગણા મોટા બીટલગ્યુઝ તારામાં જો વિસ્ફોટ થાય તો તેની રોશની એટલી વધુ થશે કે એને દિવસના સમયે પણ જોઈ શકાશે. આ રોશનીને જોવા માટે લોકો ઘણા ઉત્સુક છે. ખાસ કરીને ઑનલાઈન માધ્યમથી લોકો તેને જોવાનુ વધુ પસંદ કરશે. તમને જણાવી દઈએ કે ખગોળવિદ આવનારા અઠવાડિયામાં નજીકથી એ અંગેની માહિતી મેળવવાની કોશિશ કરશે કે બીટલગ્યૂજમાં વિસ્ફોટ થઈ રહ્યો છે કે નહિ.
|
સોશિયલ મીડિયા પર ઉત્સુક દેખાયા લોકો
આ અદભૂત નઝારા માટે લોકો અત્યારથી ઘણા ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર આ અંગે એક વીડિયો પર જારી કરવામાં આવ્યો જેને જોઈને લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિશે લોકો કમેન્ટ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ નઝારાને જોઈને દરેક જણ ચોંકી જશે. જો આ વિસ્ફોટ થશે તો તે આ સદીનો સૌથી અદભૂત નઝારો માનવામાં આવશે.

શું કહે છે મોટાભાગના ખગોળવિદ?
મોટાભાગના ખગોળવિદોનુ માનવુ છે કે બીટલગ્યૂઝ પોતાના પતન તરફ આગળ વધી રહ્યા છે. સૂરજની તુલનામાં હજાર ગણો મોટો આ તારો જો આપણા સૌરમંડળમાં પ્રવેશ કરી જાય તો બૃહસ્પતિ ગ્રહની કક્ષાથી પણ મોટો હશે. આના કારણે મોટાભાગના ખગોળવિદ આને સુપરજાયન્ટ્સ કહે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારના તારા ઘણી ઝડપથી આગળ વધે છે અને વિસ્ફોટ સાથે જ વિલીન થઈ જાય છે.
આ પણ વાંચોઃ મહિલાઓએ આ વસ્તુઓને કાઢીને સૂવુ જોઈએ, નહિતર બનશો ગંભીર બિમારીનો શિકાર