Bharat Bandh: ખેડૂતોના સમર્થનમાં આવ્યા અણ્ણા હઝારે, ભૂખ હડતાળ કરી
Bharat Bandh: ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે પણ ઉતરી આવ્યા છે. મંગળવારે તેઓ ખેડૂતોને સમર્થન આપવા માટે એકદિવસીય ભૂખ હડતાળ પર બેસી ગયા છે. તેમણે કહ્યું કે આંદોલન પૂરા દેશમાં ફેલાવવું જોઈએ જેથી સરકાર ખેડૂતોના હિત માટે કામ કરે સાથે જ તેમણે પાછલા 12 દિવસથી સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આકરી ઠંડીમાં ખેડૂતોએ જેવી રીતે પોતાના શાંતિપૂર્ણ આંદોલનને અંજામ આપ્યું છે હું તેમના વખાણ કરું છું, હું સરકારને અપીલ કરું છું કે તેઓ ખેડૂતોની સમસ્યા સમજે.

ખેડૂતોના સમર્થનમાં આવ્યા
જણાવી દઈએ કે અગાઉ પણ અણ્ણા હજારેએ પણ સરકારને અપીલ કરી કે તેઓ ખેડૂતોની વાત સાંભળે તેઓ અન્નદાતા છે, તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોની માંગનું સમર્થન કરે છે, આ સમય દેશના ખેડૂતો અને સરકારની સ્થિતિ ભારત પાકિસ્તાન જેવી જ થઈ ગઈ છે પરંતુ આવું ના થવું જોઈએ. સરકારે તેમની વાત સાંભળવી જોઈએ, ખેડૂતો આજે અહિંસાનું પાલન કરતાં આંદોલન કરી રહ્યા છે, જો કાલે ખેડૂતો જ્યારે હિંસા પર ઉતરી આવશે ત્યારે તેમની જવાબદારી કોણ લેશે, આ દેશના ખેડૂતો છે કોઈ પાકિસ્તાની નથી.

બપોરે 3 વાગ્યા સુધી ભારત બંધ રહેશે
જણાવી દઈએ કે આજે ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ દેશવ્યાપી બંધ સવારે 11 વાગ્યે શરૂ થઈ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. ભારત બંધને જોતાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહ્યું કે ભારત બંધ દરમ્યાન સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવે. સરકારે સરકારો સુનિશ્ચિત કરે કે તેમના રાજ્યમાં શાંતિ યથાવત રહે.

9 ડિસેમ્બરે ખેડૂતોની છઠ્ઠા તબક્કાનો વાર્તાલાપ થશે
જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર 9 ડિસેમ્બરે ખેડૂતો સાથે છઠ્ઠા તબક્કાનો વાર્તાલાપ કરશે. અગાઉ ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. જે પરિણામ રહિત રહી છે. ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર આ કાનૂન પરત ખેંચી લે. જ્યારે કેન્દ્ર સરકાર કેડૂતો સાથે વાત કરી આ મુદ્દાને ઉકેલવા માંગે છે.
Bharat Bandh: 'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ, જાણો આખી યાદી