Bharat Bandh: ખેડૂતોનુ ભારત બંધ આજે, કેન્દ્ર સરકારે જારી કરી ગાઈડલાઈન
Farmers Protest Bharat Bandh Today: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કૃષિ કાયદા સામે ખોડૂતોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. ખેડૂત આંદોલનનુ વિરોધ પ્રદર્શન આજે મંગળવારે(8 ડિસેમ્બર) 13માં દિવસમાં પ્રવેશ કરી રહ્યુ છે. ખેડૂતો નેતાઓએ દાવો કર્યો છે કે મંગળવારે આજે ભારત બંધમાં સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નહિ થાય. ખેડ઼ૂતોએ આજે સવાર 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભારત બંધ બોલાવ્યુ છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ભારત બંધને જોતા એડવાઈઝરી જારી કરી છે.
ભારત બંધને જોતા કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને કહ્યુ છે કે ભારત બંધ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા કડક કરવામાં આવે. રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરે કે તેમના રાજ્યમાં શાંતિ જળવાઈ રહે.
ભારત બંધ વિશે ખેડૂત નેતાઓએ શું કહ્યુ?
ભારત બંધ પર ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે અમને વિપક્ષી પાર્ટી સહિત સામાન્ય જનતાનો પણ સાથ મળ્યો છે માટે ચાર કલાક સંપૂર્ણ બંધમાં અમને સફળતા મળશે. સામાન્ય જનતા નોકરી પર સવારે 10 વાગ્યાથી પહેલા જઈ શકે છે. તેમણે અપીલ કરી છે કે જે જ્યાં હોય ત્યાં સંભવ બંધ કરે. લોકો પોતાના ગામ, રસ્તા નેશનલ હાઈવે પર બેસે. દુકાાદરા લંચ પછી દુકાનો ખોલે.
વળી, સિંદુ બૉર્ડર પાસે ખેડૂત નેતા ડૉ. દર્શન પાલે મીડિયાને આહ્વવાન કર્યુ છે કે અમે બંધનુ શાંતિપૂર્ણ આહ્વાન કર્યુ છે. અમારી અપીલ છે કે અમારી બધાને અપીલ છે કે કોઈની સાથે બળનો પ્રયોગ ન કરો. રાજકીય પાર્ટીઓએ જે અમારુ સમર્થન કર્યુ છે તેના માટ તેમનો આભાર. તેમને અમારી અપીલ છે કે જ્યારે ખેડૂત આંદોલનમાં શામેલ થવા માટે વે તો પોતાની પાર્ટીનો ઝંડો છોડીને આે.
9 ડિસેમ્બરે ખેડૂત અને સરકારમાં છઠ્ઠા રાઉન્ડની વાતચીત
કેન્દ્ર સરકરા અને ખેડ઼ૂતો વચ્ચે અત્યાર સુધી 5 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ તે પરિણામહિન રહી. છઠ્ઠા રાઉન્ડની વાતચીત બુધવારે 9 ડિસેમ્બરે છે. ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યુ છે કે જ્યાં સુધી નવો કૃષિ કાયદો પાછો નહિ લેવામાં આવ તે પોતાનુ આંદોલન ચાલુ રાખશે.
અમિત ચાવડાએ ભાજપની કાળી નીતિ પર પ્રહાર કર્યો