8 જાન્યુઆરીએ ‘ભારત બંધ', જાણો હડતાળ સાથે જોડાયેલી દરેક વાત
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં 8 જાન્યુઆરીના રોજ ભારત બંધનુ એલાન કર્યુ છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનોમાં દાવો કર્યો છે કે આ હડતાળમાં 25 કરોડ લોકો શામેલ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'શ્રમ મંત્રાલય અત્યાર સુધી શ્રમિકોની કોઈ પણ માંગ માટે તેમને આશ્વાસન આપવામાં નિષ્ફળ રહ્યુ છે. શ્રમ મંત્રાલયે બે જાન્યુઆરી, 2020ના રોજ બેઠક બોલાવી હતી. સરકારનુ વલણ શ્રમિકો પ્રત્યે અવગણનાનુ છે.'
આ માટે યુનિયનોએ ભારત બંધનુ એલાન કર્યુ છે. 2015 બાદથી કોઈ પણ ભારતીય શ્રમિક સંમેલન ન હોવા પર યુનિયનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે બંધ બોલાવવા પાછળ બીજા પણ ઘણા કારણ છે જેવા કે રેલવે અને એરપોર્ટનુ ખાનગીકરણ, એર ઈન્ડિયાને 100ટકા વેચવુ, બીસીપીએલનુ વેચાણ, બીએસએનએલ-એમટીએનએલ વિલય. આ સાથે જ બેઝિક લઘુત્તમ વેતનને 21,000 રૂપિયાથી વધારીને 24,000 રૂપિયા કરવાની પણ માંગ છે.
આ બંધમાં શિક્ષક અને છાત્ર પણ વિશ્વવિદ્યાલયોની ફી વધારા માટે ભાગ લેશે. હડતાળનુ આહવાન 10 ટ્રેડ યુનિયનો - ઈંટક, એટક, એચએમએસ, સીટુ, એઆઈયુટીયુસી, ટીયુસીસી, એસઈડબ્લ્યુએ, એઆઈસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને એલપીએફે કર્યુ છે. આ હડતાળમાં દેશભરના બેંક કર્મચારી શામેલ થશે. જેના કારણે બેંક સેવાઓ પ્રભાવિત હશે. જો કે એટીએમ ખુલ્લા રહેશે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (સીપીઆઈ)એ અપીલ કરી છે કે વધુમાં વધુ લોકો ભારત બંધમાં ભાગ લે. સીપીઆઈ મહાસચિવ ડી રાજાએ કહ્યુ છે કે આ બંધ લોકો અને સરકારનુ ધ્યાન અર્થવ્યવસ્તાની ખરાબ હાલત અને દેશના કૃષિ સંકટ તરફથી આકર્ષિત કરવા માટે બોલાવવામાં આવ્યુ છે. બંધના કારણે પ્રવેશ પરીક્ષા સહિત શૈક્ષણિક સંસ્થાઓની પરીક્ષાઓ પ્રભાવિત થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ શર્લિન ચોપડાએ બુર્જ ખલીફામાં ખરીદ્યો ફ્લેટ, શેર કર્યો બોલ્ડ ફોટો, જાણો કિંમત