ભારત બંધ: ગ્વાલિયર માં ગોળી ચલાવનાર વ્યક્તિ દલિત નહીં

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે દલિત સંગઠન ઘ્વારા ભારત બંધ કર્યા પછી દેશભરમાં હિંસા ફેલાઈ ગયી હતી. સૌથી વધુ મૌત મધ્યપ્રદેશ માં થયી હતી. મધ્યપ્રદેશ માં આગચંપી અને ફાયરિંગ વિશે ખબરો આવતી રહી. ગ્વાલિયર માં એક વીડિયો એવો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બંદૂક થી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ હવામાં ગોળી નથી છોડી રહ્યો પરંતુ સીધું ફાયરિંગ કરી રહ્યો છે. આ વ્યક્તિને શરૂઆતમાં ભારત બંધ માટે સમર્થક જણાવવામાં આવી રહ્યો હતો. પરંતુ બસપા નેતા દેવશીશ જરારીયા ઘ્વારા આ વ્યક્તિને લઈને દાવો કરવામાં આવ્યો છે કે તેને ભારત બંધ હિંસક બનાવવા માટે પ્રયાસ કર્યો હતો. તેમને આગળ જણાવ્યું કે તેને પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી ત્રણ લોકોનો જીવ લીધો.

ગોળી ચલાવનાર રાજા ચૌહાણ

ગોળી ચલાવનાર રાજા ચૌહાણ

વીડિયોમાં ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ બસપા નેતા દેવશીશ જરારીયા ઘ્વારા આપવામાં આવી છે. તેમને પોતાના ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા આ વ્યક્તિની ફેસબૂક પ્રોફાઈલ સ્ક્રીન શોટ શેર કરીને ટવિટ કર્યું કે ગ્વાલિયર માં ગોળી ચલાવનાર વ્યક્તિ રાજા ચૌહાણ છે. તેને ગોળી ચલાવી દલિત સમુદાયના ત્રણ લોકોને મારી નાખ્યા. આ વ્યક્તિ સ્કૂલમાં મારો સિનિયર હતો.

રાજાએ ફેસબૂક એકાઉન્ટ ડીલીટ કર્યું

રાજાએ ફેસબૂક એકાઉન્ટ ડીલીટ કર્યું

બસપા નેતા દેવશીશ ઘ્વારા કરવામાં આવેલા દાવા પછી રાજાએ પોતાનું ફેસબૂક એકાઉન્ટ ડીલીટ કરી દીધું. દલિત સંગઠન સાથે જોડાયેલા લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશ ના ભિંડ, મુરેના જેવા ઘણા શહેરોમાં બજરંગ દળ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અને ભાજપાના બીજા સહયોગી દળો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમને દલિત લોકો પર હુમલો કર્યો. દલિત સંગઠન ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપાના લોકોએ પ્રદર્શન હિંસક બનાવ્યું.

સોમવારે દેશમાં થયી હિંસા

સોમવારે દેશમાં થયી હિંસા

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનો ઘ્વારા ભારત બંધ રાખવામાં આવ્યું છે. આ વચ્ચે દેશમાં ઘણી જગ્યા પર આંદોલન હિંસક બની ગયું છે. મધ્યપ્રદેશ ના ઘણા શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યા. જયારે ઉત્તરપ્રદેશ ના ઘણા શહેરોમાં ધારા 144 લગાવી દેવામાં આવી.

English summary
Bharat bandh protest madhya pradesh gwalior raja singh chauhan devashish jarariya.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.