For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#BharatBandh: પ્રદર્શનકારીનો ગોળી ચલાવતો વીડિયો સામે આવ્યો

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા રાખવામાં આવેલું ભારત બંધ હિંસક રૂપ લઇ ચૂક્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા રાખવામાં આવેલું ભારત બંધ હિંસક રૂપ લઇ ચૂક્યું છે. દેશ ભરમાં હિંસાની ખબર છે. પરંતુ મધ્યપ્રદેશ માં હાલત નાજુક છે. મધ્યપ્રદેશ ના ઘણા શહેરોમાં ધારા 144 લગાવવામાં આવી છે. કેટલાક જગ્યા પર કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રદર્શનકારીઓ વચ્ચે એક વ્યક્તિ બંદૂક લઈને ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ હવામાં ગોળી નથી છોડી રહ્યો પરંતુ સીધું ફાયરિંગ કરી રહ્યો છે.

bharat bandh

મધ્યપ્રદેશમાં હિંસક પ્રદર્શન પછી ગ્વાલિયર અને સાગરમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. આ વચ્ચે મધ્યપ્રદેશ મુરેનામાં એક યુવકની ગોળી વાગવાથી મૌત થઇ ચુકી છે. આખા વિસ્તારમાં ધારા 144 લગાવી દીધી છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને સાગરમાં દલિત પ્રદર્શન પછી ધારા 144 લગાવી દેવામાં આવી છે. જયારે ભિંડ ના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ભિંડ સિવાય લહાર, ગોહદ અને મહેગામ માં પણ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. મુરેના સ્ટેશન વિસ્તારમાં લોકોએ દુકાનોમાં આગ લગાવી દીધી છે. કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થઇ ગયા છે.

ઉત્તરપ્રદેશ ના મેરઠ, સહારનપુર અને બીજા કેટલાક શહેરોમાં ભારત બંધ હિંસક થઇ ગયું છે. પ્રદર્શનકારીઓ ઘ્વારા કાર અને અન્ય વાહનોની તોડફોડ કરવામાં આવી છે. લોકોએ પોલીસ ચોકીને આગ લગાવી અને બે બસો પણ ફૂંકી મારી છે. ઉત્તરપ્રદેશ ના આગ્રા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ માં તોડફોડ અને રસ્તા જામ કરવાની ઘટના સામે આવી છે. ઝારખંડ રાજધાની રાંચીમાં પ્રદર્શનકારીઓ હાથમાં ડંડા લઈને ઉતરી આવ્યા. આ દરમિયાન પોલીસ સાથે ઝડપ થવામાં 1 ડઝન જેટલા લોકો ઘાયલ થવાની ખબર છે.

English summary
Bharat Bandh SC ST protection act: firing in Madhya Pradesh Gwalior
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X