For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે સોનિયા ગાંધીના રાજઘાટ પર ધરણાં

પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવો સામે કોંગ્રેસે આજે દેશભરમાં બંધનું એલાન કર્યુ છે. આ ભારત બંધમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ ભાગ લેશે.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવો સામે કોંગ્રેસે આજે દેશભરમાં બંધનું એલાન કર્યુ છે. આ ભારત બંધમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ ભાગ લેશે. તેઓ રાજઘાટ પર વધતા ભાવો સામે ધરણાં પર બેસશે. દેશભરના તમામ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે રસ્તા પર ઉતરશે. આ ભારત બંધમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થશે. કોંગ્રેસ તરફથી લોકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની હિંસાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

કોંગ્રેસનો હુમલો

કોંગ્રેસનો હુમલો

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસના ભારત બંધમાં કુલ 21 વિપક્ષી દળો અને તમમામ વેપારી સંગઠન શામેલ છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે છેલ્લા 52 મહિનામાં દેશની જનતા પાસેથી 11 લાખ કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. આ સરકારને મોદી સરકાર નહિ પરંતુ નફાખોર કંપનીઓ ચલાવી રહી છે. કોંગ્રેસે માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં લાવવામાં આવે. આમ કરવાથી તેના ભાવમાં 15-18 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચોઃ Live: પેટ્રોલ-ડીઝલની કિંમતની વિરુદ્ધમાં આજે કોંગ્રેસનું ભારત બંધઆ પણ વાંચોઃ Live: પેટ્રોલ-ડીઝલની કિંમતની વિરુદ્ધમાં આજે કોંગ્રેસનું ભારત બંધ

તમામ દળો હડતાળમાં શામેલ

તમામ દળો હડતાળમાં શામેલ

ભારત બંધને દેશભરના તમામ ક્ષેત્રીય દળોએ પોતાનું સમર્થન આપ્યુ છે જેમાં સમાજવાદી પાર્ટી, ડીએમકે, એનસીપી, મનસે, ડેજીએ, આરજેડી સહિત તમામ દળો શામેલ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ભારત બંધને સમર્થન કર્યુ છે પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેમના પક્ષ સામે નોટિસ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જો મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારની કાયદાકીય સમસ્યા ઉભી થાય છે તો તેના માટે મનસે જવાબદાર હશે.

ટીએમસી હડતાળની વિરુદ્ધમાં

ટીએમસી હડતાળની વિરુદ્ધમાં

કોંગ્રેસ સાથે ડાબેરીઓએ પણ ભારત બંધનું સમર્થન કર્યુ છે. આ ભારત બંધ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન તમામ દુકાનો, ટ્રાન્સપોર્ટ, શાળાઓ વગેરે બંધ રહેશે. એક તરફ જ્યાં કોંગ્રેસે 6 કલાકનું ભારત બંધનું એલાન કર્યુ છે તો બીજી તરફ લેફ્ટ ફ્રંટે 12 કલાકના બંધનું એલાન કર્યુ છે. જો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી આ બંધથી દૂર છે. પક્ષે બંધના મુદ્દાનું સમર્થન કર્યુ છે પરંતુ સ્પ્ષ્ટ કર્યુ છે કે તે કોઈ પણ પ્રકારની હડતાળ કે બંધની વિરુદ્ધમાં છે.

English summary
Bharat Bandh: Sonia Gandhi to sit on protest against petrol diesel price rise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X