For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh : કોંગ્રેસ, આપ સહિત આ રાજકીય પક્ષોએ ખેડૂતો ભારત બંધને આપ્યું સમર્થન

Bharat Bandh : ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં 40 ખેડૂત સંગઠનોએ યુનાઈટેડ કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ સોમવારના રોજ એટલે કે 27 સપ્ટેમ્બરે "ભારત બંધ" ની હાકલ કરી છે.

|
Google Oneindia Gujarati News

Bharat Bandh : ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં 40 ખેડૂત સંગઠનોએ યુનાઈટેડ કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ સોમવારના રોજ એટલે કે 27 સપ્ટેમ્બરે "ભારત બંધ" ની હાકલ કરી છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ Bharat Bandh એટલે કે, રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

Bharat Bandh

ખેડૂતોના આ ભારત બંધને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે. ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં 27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા Bharat Bandh અથવા રાષ્ટ્રવ્યાપી હડતાલને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે. સોમવારના રોજ ભારત બંધનું નેતૃત્વ યુનાઇટેડ કિસાન મોરચા (SKM) કરશે.

ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ), તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), ડાબેરી પક્ષોનું સમર્થન મળ્યું છે. આ સિવાય YS જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં આંધ્ર પ્રદેશ સરકાર તરફથી પણ ભારત બંધને સમર્થન મળ્યું છે.

જાણો કયા રાજકીય પક્ષોએ આપ્યું ખેડૂતોના ભારત બંધને સમર્થન?

- વાયએસઆર કોંગ્રેસ

YSR કોંગ્રેસના નેતૃત્વવાળી આંધ્રપ્રદેશ સરકારે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા 27 સપ્ટેમ્બરના Bharat Bandhને સમર્થન આપ્યું છે. આંધ્રપ્રદેશના માહિતી અને પરિવહન મંત્રી પેર્ની વેંકટારમૈયા (નાની) એ શનિવારના રોજ (25 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા સાથે એકતામાં 27 સપ્ટેમ્બરે ભારત બંધને "પૂર્ણ સમર્થન" આપ્યું છે.

- આમ આદમી પાર્ટી (આપ)

આમ આદમી પાર્ટી (આપ) એ પણ ભારત બંધના ખેડૂતોના આહવાનને સમર્થન આપ્યું છે. AAP એ ટ્વિટર પર #कल_भारत_बंद_होगा હેશટેગ સાથે લખ્યું કે, "AAP એ ભારત બંધના ખેડૂતોના આહવાનને ટેકો આપ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશા મોદી સરકારના કાળા કાયદા સામે ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે. આપ 27 સપ્ટેમ્બરના ભારત બંધના આહવાનને મજબૂત સમર્થન આપે છે.

- કોંગ્રેસ

કોંગ્રેસે શનિવારના રોજ (25 સપ્ટેમ્બર) ભારત બંધને ટેકો આપ્યો હતો અને માંગ કરી હતી કે, પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા શરૂ કરવામાં આવે. "શાંતિપૂર્ણ" હડતાલની હાકલ કરતા, કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, પાર્ટી અને તેના તમામ કાર્યકરો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા 'ભારત બંધ'ના સમર્થનમાં છે.

કોંગ્રેસ નેતાએ એમ પણ માંગ કરી હતી કે, એમએસપી દરેક ખેડૂતને કાનૂની અધિકાર તરીકે આપવામાં આવે "કારણ કે તેઓ માત્ર 'જુમલાઓ' નથી ઇચ્છતા" અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- તેલુગુ દેશમ પાર્ટી અને ડાબેરી પાર્ટી

આ સપ્તાહે ડાબેરીઓ, કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા આંધ્ર પ્રદેશમાં કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) કાર્યાલય ખાતે ભારત બંધના ખેડૂતોના આહવાનને સફળ બનાવવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સીપીઆઈના પ્રદેશ નેતા ડોનેપુડી શંકરે કહ્યું કે, "ખેડૂતો નવ મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, તેથી તેઓ તેમના સમર્થનમાં ભારત બંધનું સમર્થન કરશે."

સીપીઆઈ, સીપીઆઈ (એમ), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી) એ લોકોને ભારત બંધનું સમર્થન કરવાની અપીલ કરી હતી.

English summary
As many as 40 farmers' organizations across the country, led by the United Kisan Morcha (SKM), have called for a "Bharat Bandh" on Monday, September 27, in protest of the three central agricultural laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X