Bharat Bandh: ટ્રેડ યુનિયન્સનુ આજે ભારત બંધ, 25 કરોડ મજૂરો થઈ શકે છે શામેલ
નવી દિલ્લીઃ ટ્રેડ યુનિયન તરફથી આજે (ગુરુવાર 26 નવેમ્બર) ભારત બંધનુ આહ્વવાન કરવામાં આવ્યુ છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી એસોસિએશન (AIBEA) પણ શામેલ થશે. રિપોર્ટ મુજબ આ ભારતમાં બંધમાં 125 કરોડ શ્રમિકોના શામેલ થવાની આશા છે. આજની આ દેશવ્યાપી હડતાળમાં 10થી વધુ કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને રાજ્યોના કર્મચારી સંગઠન શામેલ થશે. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રના સંગઠનોના લોકો પણ શામેલ થશે. અપેક્ષા મુજબ આજે યોજાનાર ભારત બંધમાં 25 કરોડ મજૂર શામેલ થઈ ગયા છે.
સલાહ આપવામાં આવી રહી છે કે જો જરૂરી ના હોય તો ગુરુવારે ઘરની બહાર ન નીકળો. દિલ્લીમાં તો આજે ખેડૂતોનુ પણ વિરોધ પ્રદર્શન છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા ખેડૂતો બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાથી દિલ્લી તરફ પ્રદર્શન માટે આવી રહ્યા છે.
ટ્રેડ યુનિયને નિવેદનમાં શું કહ્યુ?
બુધવારે એક નિવેદનમં દસ કેન્દ્રીય યુનિયનોના સંયુક્ત મંચે કહ્યુ કે ભારત બંધની તૈયારી કરવામાં આવી છે.. કારણકે દેશભરમાં 25 કરોડથી વધુ શ્રમિકોના હડતાળમાં ભાગ લેવાની અપેક્ષા છે. દસ કેન્દ્રીય યુનિયનોમાં ઈન્ડયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(INTUC), ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ(AITUC), હિંદ મજૂર સભા(HMS), ભરાતીય વેપાર સંઘોનુ કેન્દ્ર(CITU), ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર(AIUTUC) ટ્રેડ શામેલ છે. કેન્દ્રીય સમન્વય કેન્દ્ર(TUCC) સ્વ નિયોજિત મહિલા સંઘ(SEWA) છે. વળી, ઑલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ(AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન(LPF) અને યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(UTUC) શામેલ છે. ભાજપ-ગઠબંધન ભારતીય મજૂર સંઘ(BMS) હડતાળમાં ભાગ નહિ લે.
વડોદરાઃ વેબ કેમથી ચાલી રહ્યુ હતુ ઈન્ટરનેશનલ સેક્સ રેકેટ