For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી વાજપેયીનું શરીર તિરંગામાં લપેટાયુ, શું છે રાજકીય સમ્માન?

ભારતીય રાજનીતિના અજાતશત્રુ કહેવાતા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ગુરુવારે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના સ્મૃતિ સ્થળ પર થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રાજનીતિના અજાતશત્રુ કહેવાતા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ગુરુવારે નિધન થઈ ગયુ. તે 11 જૂને એઈમ્સમાં ભરતી થયા હતા. અટલ બિહારીની જેમ દેશની જાણીતી હસ્તીઓને રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી છે.

કેવી રીતે મળે છે રાજકીય સમ્માન

કેવી રીતે મળે છે રાજકીય સમ્માન

ભારતમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રના મંત્રી અને મુખ્યમંત્રીઓને રાજકીય સમ્માન આપવામાં આવે છે. આ ઉપરાંત જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો તે દેશના કોઈ પણ સમ્માનિત વ્યક્તિને આ સમ્માન અપાવી શકે છે. રાજકારણ, સાહિત્ય, વિજ્ઞાન, કાયદો અને કલાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારી હસ્તીઓને આ સમ્માન આપવામાં આવી શકે છે. ભારત રત્ન, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ પ્રાપ્ત વ્યક્તિ પણ આના હકદાર બની શકે છે.

આ પણ વાંચોઃ અટલજી ના રહેતા શોકમાં ડૂબ્યુ તેમનું ગામ, ચૂલા પણ ના સળગ્યાઆ પણ વાંચોઃ અટલજી ના રહેતા શોકમાં ડૂબ્યુ તેમનું ગામ, ચૂલા પણ ના સળગ્યા

શું છે પ્રક્રિયા

શું છે પ્રક્રિયા

આ સમ્માન માટે કેન્દ્ર કે રાજ્ય સરકારે આની ભલામણ કરવાની હોય છે. નિર્ણય લીધા બાદ રાજ્યના ડીજીપીને આની જાણ કરવામાં આવે છે જેથી અંતિમ સંસ્કાર સમયે રાજકીય સમ્માનની તૈયારી કરી શકાય. રાજકીય સમ્માનથી થનારા અંતિમ સંસ્કારની બધી તૈયારી રાજ્ય સરકાર કરે છે.

આ પણ વાંચોઃ જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતાઆ પણ વાંચોઃ જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતા

શબને રાષ્ટ્રીય ધ્વજથી સમ્માનપૂર્વક ઢાંકવામાં આવે છે

શબને રાષ્ટ્રીય ધ્વજથી સમ્માનપૂર્વક ઢાંકવામાં આવે છે

શબને અંત્યેષ્ટિ સ્થળ સુધી લઈ જવા અને અંતિમ સંસ્કારનો બધો ખર્ચો ઉઠાવે છે. શભને રાષ્ટ્રીય ધ્વજથી સમ્માનપૂર્વક ઢાંકવામાં આવે છે અને બરાબર અંત્યેષ્ટિ પહેલા સમ્માન પૂર્વક આર્મ્ડ ગાર્ડની સલામી અને લાસ્ટ પોસ્ટની ધૂન બાદ સમ્માનપૂર્વક શબ પરથી હટાવી લેવામાં આવે છે.

ખાસ વાતો

ખાસ વાતો

દેશમાં સૌથી પહેલી વાર રાજકીય સમ્માનથી અંતિમ સંસ્કારની ઘોષણા મહાત્મા ગાંધી માટે કરવામાં આવી હતી. રાજકીય સમ્માનનો પ્રોટોકોલ અને દિશા નિર્દેશ 1950 માં બન્યો. ત્યારે આ સમ્માન માત્ર પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રીગણ, કેન્દ્રીય મંત્રીમંડળના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યગણ માટે જ હતુ.

English summary
Bharat Ratna Atal Bihari Vajpayee's state funeral at Smriti Sthal. A state funeral is a public funeral ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X