For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમા કોરેગાંવ હિંસાઃ સુપ્રિમનો આદેશ, કાર્યકર્તાઓ 12 સપ્ટેમ્બર સુધી નજરકેદ

ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓની ધરપકડ કેસની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે પાંચ ડાબેરી વિચારકોને ઘરમાં જ નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓની ધરપકડ કેસની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે પાંચ ડાબેરી વિચારકોને ઘરમાં જ નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યુ કે બધા કાર્યકર્તાઓની ઘરમાં નજરકેદ ચાલુ રહેશે. સુપ્રિમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 12 સપ્ટેમ્બર સુધીની તારીખ નક્કી કરી છે.

bhima koregaon

સુપ્રિમ કોર્ટે યાચિકા પર સુનાવણી કરતા કરહ્યુ કે આગામી સુનાવણી સુધી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવશે નહિ. આ પહેલા આ પાંચ કાર્યકર્તાઓ વી ધરપકડ સામ્મે ઈતિહાસકાર રોમિલા થાપર, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષમ અને કેટલાક અન્ય કાર્યકર્તાઓએ સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. વળી, મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં હલફનામુ દાખલ કરીને કહ્યુ હતુ કે ધરપકડ કરાયેલ લોકો હિંસા ફેલાવવાના ષડયંત્રનો હિસ્સો છે.

 આ પણ વાંચોઃ કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં આ 5 લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી આ પણ વાંચોઃ કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં આ 5 લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી

સરકારે એ પણ કહ્યુ કે આ લોકો સીપીઆઈ (માઓવાદી) એજન્ડી હેઠળ સંપત્તિને નુકશાન પહોંચાડવા ઈચ્છતા હતા અને હિંસક ઘટનાઓ દ્વારા સમાજમાં ભયનો માહોલ પેદા કરવા ઈચ્છતા હતા. સુપ્રિમ કોર્ટે ધરપકડ કરાયેલ પાંચ ડાબેરી વિચારકોને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો. પાંચ ડાબેરી વિચારકો ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા અને વરનોન ગોંઝાલવિસ પર ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવાના ષડયંત્રમાં શામેલ હોવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઆ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

English summary
Bhima Koregaon case: SC extended the house arrest of 5 arrested activists till Sept 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X