• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'

|
Google Oneindia Gujarati News

ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ રાજકારણ વધુ ગરમાયુ હોય તેવુ જણાઈ રહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાબેરી વિચારકોની ધરપકડ મામલે આરએસએસ પર કટાક્ષ કર્યો તો બીજી તરફ પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રોયે કહ્યુ કે દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે.

‘ખોટા આરોપોમાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે'

‘ખોટા આરોપોમાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે'

અરુંધતિ રોયે કહ્યુ, ‘એક સાથે ધરપકડ એક એવી ખતરનાક સરકારનો સંકેત છે જેને પોતાનો જનાદેશ ગુમાવવા અને ગભરાટમાં તેની સરકાર પડી ભાંગવાનો ડર છે. વકીલો, કવિઓ, લેખકો, દલિત અધિકાર કાર્યકર્તાઓ તેમજ બુદ્ધિજિવીઓની ખોટા આરોપોમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ધોળા દિવસે લોકોને ધમકાવનાર અને હત્યા કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ન્યાય સામે બોલનારા કે એક ખાસ વિચારધારા સામે બોલનારા લોકોને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે.'

આ પણ વાંચોઃડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યાઆ પણ વાંચોઃડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યા

અરુંધતિ રોયનો મોટો આરોપ

અરુંધતિ રોયનો મોટો આરોપ

અરુંધતિ રોયે કહ્યુ, ‘હત્યારાઓને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે, હિંદુ બહુસંખ્યકો સામે બોલનારાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બધુ એ તરફ ઈશારો કરે છે કે ભારત ક્યાં જઈ રહ્યો છે. જે કંઈ પણ બની રહ્યુ છે તે ખૂબ ખતરનાક છે. આ ચૂંટણી પહેલા તે આઝાદી અને ભારતીય બંધારણ સામે તખ્તાપલટની કોશિશ છે જેને આપણે સાચવી રાખ્યુ છે.'

નક્સલીઓ સાથેના સંબંધમાં ડાબેરીઓની ધરપકડ

નક્સલીઓ સાથેના સંબંધમાં ડાબેરીઓની ધરપકડ

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ડાબેરીઓની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં 5 ડાબેરી વિચારકોની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘અહીં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાકીનાને બંધ કરી દો. બધા કાર્યકર્તાઓને ગોળી મારી દો, જેલમાં મોકલી દો, આ ન્યૂ ઈન્ડિયા છે.'

આ પણ વાંચોઃપીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર, પ્રોફેસર સહિત 5 ની ધરપકડઆ પણ વાંચોઃપીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર, પ્રોફેસર સહિત 5 ની ધરપકડ

English summary
bhima koregaon: on Activists' Arrest arundhati roy says its more serious in country than emergency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X