Bhopal Assembly Constituency Result 2023: ભોપાલની 7 બેઠકમાંથી 4માં ભાજપ આગળ, આરિફ મસુદ અને કૃષ્ણા ખુશ
Bhopal Assembly Constituency Result 2023: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતની ગણતરીમાં ભાજપને મોટી સંખ્યમાં લીડ મળી રહી હોય તેમ જણાઇ રહ્યું છે. 230 વિધાનસભાની બેઠકોની વાત કરીએ તો ભાજપ 150 કરતા વધુ સીટ પર લીડમાં છે, જ્યારે કોંગ્રેસ માત્ર 70 બેઠકો પર જ આગળ ચાલી રહી છે.
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની સાત વિધાનસભા બેઠકોની વાત કરીએ, તો ભાજપના ઉમેદવારો પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો બે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

ભોપાલની ગોવિંદપુરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૃષ્ણા ગૌર લગભગ 9000 મતોથી આગળ છે, બેરસિયાથી વિષ્ણુ ખત્રી 1500 મતોથી આગળ છે, અને હુઝુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રામેશ્વર શર્મા લગભગ 6000 મતોથી આગળ છે.
કોંગ્રેસના આરિફ મસૂદ 3000 મતોથી આગળ છે, અને ઉત્તર વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર આરિફ અકીલ 1800 મતોથી આગળ છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રારંભિક ટ્રેન્ડ છે, અને ભવિષ્યમાં તેમાં ફેરફાર થશે તે નિશ્ચિત છે.
ભોપાલની કુલ 7 વિધાનસભા બેઠકો પર પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવારો 4 બેઠકો પર અને કોંગ્રેસના ઉમેદવારો 3 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગોવિંદપુરાથી ભાજપના ઉમેદવારો કૃષ્ણા ગૌર, નરેલાથી વિશ્વાસ સારંગ, હુઝુરથી રામેશ્વર શર્મા, દક્ષિણ પશ્ચિમથી ભગવાનદાસ સબનાની આગળ છે. ભોપાલ નોર્થથી કોંગ્રેસના ઉમેદવાર આતિફ અકીલ, ભોપાલ સેન્ટ્રલથી આરિફ મસૂદ, બેરસિયાથી જયશ્રી હરિકરણ આગળ ચાલી રહ્યા છે. પોસ્ટલ બેલેટની મતગણતરી સાથે ઈવીએમ દ્વારા મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં ગત વિધાનસભા ચૂંટણીમાં 7માંથી ભાજપે 4 અને કોંગ્રેસને 3 પર જીત મળી હતી. ભાજપે નરેલા, હુઝુર, બેરસિયા અને ગોવિંદપુરા બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે ભોપાલ ઉત્તર, ભોપાલ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ બેઠકો જીતી હતી. ગત ચૂંટણીમાં એકમાત્ર મહિલા ઉમેદવાર કૃષ્ણા ગૌર ગોવિંદપુરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.












Click it and Unblock the Notifications
