For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી બનતા જ કમલનાથે ખેડૂતોની દેવામાફી માટેની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર

કમલનાથે સોમવારે મધ્ય પ્રદેશની કમાન સંભાળતા જ ખેડૂતોના દેવામાફી સાથે જોડાયેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કમલનાથે સોમવારે મધ્ય પ્રદેશની કમાન સંભાળતા જ ખેડૂતોના દેવામાફી સાથે જોડાયેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. તમને જણાવી દઈએ કે કમલનાથે ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષરનું કામ શપથ લેવાના અમુક કલાકોની અંદર જ કર્યુ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયેલ કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને શપથ લેવડાવ્યા.

આ પણ વાંચોઃ અંડર ગ્રેજ્યુએટને નોકરી માટે મોદી સરકારની ખાસ સ્કીમ, 10 લાખને આપશે ટ્રેનિંગઆ પણ વાંચોઃ અંડર ગ્રેજ્યુએટને નોકરી માટે મોદી સરકારની ખાસ સ્કીમ, 10 લાખને આપશે ટ્રેનિંગ

kamalnath

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ખેડૂત દેવામાફીનું વચન આપ્યુ હતુ. હવે આ વચનને પૂરુ કરવા માટે કમલનાથે સૌથી પહેલા દેવામાંફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. શપથ ગ્રહણની બરાબર પહેલા કમલનાથે કહ્યુ પણ હતુ કે તે મતદારોની અપેક્ષા પર ખરા ઉતરવાની કોશિશ કરશે. તેમણે કહ્યુ તે શપથ સમારંભ બાદ ખેડૂતોની દેવામાફી અને બેરોજગારોને મોંઘવારી ભથ્થુ આપવાનું એલાન કરવામાં આવશે. આ અંગે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી ચૂક્યો છે.

10 દિવસોની અંદર ખેડૂતોની દેવામાફીનું વચન

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં પણ આ વાત કહી છે. પાર્ટીએ મધ્ય પ્રદેશની જનતાને વચન આપ્યુ છે કે સરકાર બનવાના 10 દિવસની અંદર ખેડૂતોની દેવામાફી કરવામાં આવશે. પાર્ટીના આ વચનને આગળ વધારતા કમલનાથે મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી પહેલા ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા. તમને જણાવી દઈએ કે કમલનાથ પહેલા તમિલનાડુના મુખ્યમત્રીએ ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ ત્યારબાદ આગામી ચૂંટણી તે હારી ગયા હતા.

English summary
Bhopal: Madhya Pradesh Chief Minister Kamal Nath signs on the files for farm loan waiver
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X