
ભુવા બન્યા મંત્રી અરવિંદ રૈયાણી, વીડિયો વાયરલ થતા કોંગ્રેસે નિશાન સાધ્યુ!
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગરમાયેલા રાજકીય વાતાવરણ વચ્ચે ગુજરાત સરકારના એક મંત્રીના વીડિયોને લઈને હોબાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભુવા બનતા જોવા મળી રહ્યા છે.
ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસે ભાજપ પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ રૈયાણીના આ વીડિયોને લઈને કોંગ્રેસે પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસે ગુજરાત સરકારને ઘેરી છે અને કહ્યું છે કે એક મંત્રીનો આવો વિડિયો સામે આવ્યો હોવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ગુજરાતના જ રાજકોટમાં એક ધાર્મિક કાર્યક્રમનો જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના મંત્રી અરવિંદ રૈયાણી દેવી માના પંડાલમાં જોવા મળી રહ્યા છે. અરવિંદ રૈયાણી માતાના પંડાલમાં કેટલીક ધાર્મિક વિધિઓ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણી પણ એક પછી એક પોતાના શરીર પર લોખંડની સાંકળ મારતા જોવા મળી રહ્યા છે.
રાજકોટના ગુંદા ગામનો આ વીડિયો સામે આવ્યા બાદ હવે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસે ગુજરાત સરકાર અને સત્તાધારી ભાજપ સામે મોરચો ખોલ્યો છે. આ વીડિયોને લઈને ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણી કે ભાજપ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી.