For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યાએ એરપોર્ટ ફી નહીં ચૂકવતા કેસ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 25 ઓક્ટોબર : બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે - બીઆઇએએલ દ્વારા લિકર કિંગ વિજય માલ્યા સામે યુઝર ડેવેલપમેન્ટ ફી અને પેસેન્જર સર્વિસ ફી ન ચૂકવવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. માલ્યાની સાથે આર્થિક ભીંસમાં સપડાયેલી કિંગફિશર એરલાઈન્સ સામે પણ ક્રિમિનલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે.

બેંગલોરની એક મેજિસ્ટ્રેટની કોર્ટના આદેશને પગલે માલ્યા અને કિંગફિશર સામે બીઆઈએએલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બીઆઈએએલ દ્વારા ગઈ 21 ઓક્ટોબરે તે મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસને કોર્ટનો ઓર્ડર ગુરુવારે મળ્યો હતો.

vijay-mallya

બીઆઈએએલની માગણી છે કે માલ્યા અને કિંગફિશર એરલાઈન્સ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ સંપત્તિ વિશે ખોટી રજૂઆત, ક્રિમિનલ વિશ્વાસઘાત, છેતરપીંડી, ક્રિમિનલ ષડયંત્રનો ગુનો નોંધવામાં આવે.

બીઆઈએએલની દલીલ છે કે કિંગફિશર એરલાઈન્સે 2008-12 દરમિયાન ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ મુસાફરો પાસેથી યુઝર ડેવેલપમેન્ટ ફી અને પેસેન્જર સર્વિસ ફી ઉઘરાવી હતી, પણ તેણે એ રકમ બીઆઈએએલને સુપરત કરી નથી. આ રકમ બીઆઈએએલને સુપરત કરવાનો ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનનો આદેશ છે.

English summary
BIAL files case against Vijay Mallya's Kingfisher airlines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X