For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટ: આતંકવાદીઓએ પોતે બનાવી હતી સાઇકલ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bicycle
હૈદરાબાદ, 12 માર્ચ: આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદના દિલસુખ નગરમાં 21 ફેબ્રુઆરીએ થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોટો ખુલાસો થયો છે. સોમવારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં જે સાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના અલગ-અલગ ભાતોને આતંકવાદીઓએ ભેગા કર્યા હતા.

તપાસમાં જોડાયેલા સ્થાનિક અધિકારીઓનો દાવો છે કે વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલી સાઇકલ કોઇ એક દુકાનમાંથી ખરીદવામાં આવી ન હતી. આતંકવાદીઓએ બ્લાસ્ટ બાદ તપાસને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રમાણે કર્યું હતું.

હૈદરાબાદ પોલીસે રવિવારે રાત્રે સાઇકલનો ફોટો જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત સાઇકલ કોર્ણાક થિયેટર નજીક એઆઇ મિર્ચી સેન્ટરની સામેથી મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

English summary
While investigating agencies are still groping in the dark for more leads to crack the last month’s twin blasts in Hyderabad, it was reported on Monday that the bicycle used in the incident was assembled by the terrorists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X