For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ભાજપ સામે ગઠબંધનની તૈયારી, શરદ પવારે BJPને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી

એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણે સોમવારે લેફ્ટ દળો સાથે અન્ય દોને ભાજપ સામે 2019માં એકજૂથ થઈને ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આવતા વર્ષે યોજાનારા લોકસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ મહાગઠબંધન માટે સતત પ્રયત્નો કરી રહી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણે સોમવારે લેફ્ટ દળો સાથે અન્ય દોને ભાજપ સામે 2019માં એકજૂથ થઈને ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યુ છે. લેફ્ટ અને કોંગ્રેસ નેતાઓ સાથે ખેડૂતોના એક કાર્યક્રમમા શરદ પવારે કહ્યુ કે તમામ નેતાઓની બેઠક તત્કાળ થવી જોઈએ જેથી આવતા વર્ષે યોજાનાર ચૂંટણીની ભૂમિકા તૈયાર કરી શકાય.

આ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યાઆ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યા

જલ્દી કરવી જોઈએ બેઠક

જલ્દી કરવી જોઈએ બેઠક

શરદ પવારે કહ્યુ કે ખેડૂતોની સમસ્યા માટે માત્ર પ્રસ્તાવ પાસ કરવો પૂરતો નથી. આપણે એકસાથે મળીને બેસવુ જોઈએ. આપણે આ બેઠક આહામી 5-8 દિવસોમાં જ કરવી જોઈએ. જેથી આપણે આવનારા સમયની યોજનાઓ બનાવી શકીએ કે આગામી ચાર વર્ષોમાં શું કરવાનું છે. તેમણે કહ્યુ કે એક તરફ જ્યાં ખેડૂતો દુષ્કાળની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તો બીજી તરફ જે મોટી ચર્ચા ચાલી રહી છે તે મંદિર નિર્માણની છે. તેમણે ભાજપ સરકારને રાષ્ટ્રીય આપત્તિ ગણાવીને કહ્યુ કે સરકાર સત્તાનો દૂરુપયોગ કરી રહી છે.

સોનિયા-રાહુલે આપ્યા નિર્દેશ

સોનિયા-રાહુલે આપ્યા નિર્દેશ

વળી, આ કાર્યક્રમમાં બોલતા અશોક ચવ્હાણે કહ્યુ કે કોંગ્રેસ અને એનસીપી લેફ્ટ સાથે બેઠક કરી શકે છે કારણકે લોકો ઈચ્છે છે કે અમે એકસાથે આવીએ. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થવો જોઈએ જે શરદ પવારના નેતૃત્વમાં કરવામાં આવી શકે છે. ચવ્હાણે કહ્યુ કે સોનિયા અને રાહુલ ગાંધીએ પણ નિર્દેશ આપ્યા છે કે ભાજપ-શિવસેના સામે મહારાષ્ટ્રમાં એકજૂથ થઈને ચૂંટણી લડવી જોઈએ અને આગળ વધવુ જોઈએ અને આના માટે ચર્ચા થવી જોઈએ.

દિલ્લીમાં ખેડૂત રેલીની તૈયારી

દિલ્લીમાં ખેડૂત રેલીની તૈયારી

આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતસભાએ નવી દિલ્હીમાં 29-30 નવેમ્બરે હલ્લો બોલાવીને રેલી કાઢવાનો પ્રસ્તાવ પાસ કર્યો. આ દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવીને દેશભરમાં ખેડૂતોની સમસ્યા અંગે ચર્ચાની માંગ માટે સરકાર પર દબાણ કરવામાં આવશે. જે રીતે મહારાષ્ટ્રમાં 40000 લોકોએ લૉગ માર્ચ કાઢી હતી, તેનાથી પ્રેરિત થઈને દિલ્લીમાં મોટી રેલીની તૈયારી કરવામાં આવી રહી છે. વળી, સીપીઆઈએમ નેતા હન્નાન મોલ્લાહે કહ્યુ કે અમારો નવો નારો હોવો જોઈએ ‘નરેન્દ્ર મોદી, ખેડૂત વિરોધી'.

આ પણ વાંચોઃ 26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ 'તમે જીતી ગયા, હું હારી ગયો'આ પણ વાંચોઃ 26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ 'તમે જીતી ગયા, હું હારી ગયો'

English summary
Big alliance in Making in Maharashtra of Congress NCP Left against BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X