For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના પ્રચાર માટે પોતાનો અવાજ ઉપયોગમાં લેવા સામે બિગ બીનો રોષ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 ઓગસ્ટ : ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન આજકાલ રોષે ભરાયેલા છે. તેઓના ગુસ્સાનું કારણ તેમના અવાજનો દુરુપયોગ થવા અંગે છે. ખુશબુ ગુજરાત કી દ્વારા ગુજરાત પ્રવાસનના એમ્બેસેડર અમિતાભ બચ્ચને યુટ્યૂબ પર અપલોડ થયેલા એક વીડિયો સામે સખત વિરોધ નોંધાવ્યો છે. અમિતાભ બચ્ચનનો આરોપ છે કે આ વીડિયોમાં તેમના અવાજનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. યુટ્યૂબ આવેલા આ વીડિયોમાં અમિતાભ બચ્ચને મોદીનું પીએમ પદ માટેનું સમર્થન કર્યું હોય તેવું દર્શાવાયું છે.

બિગ બીના આરોપો છે કે આ નકલી વીડિયોમાં તેમનો અવાજ ઉપયોગમાં લેવાયો છે, જે તેમણે છ વર્ષ પૂર્વે લીડ ઇંડિયા કેમ્પેઇન માટે આપ્યો હતો. આ વીડિયોમાં ગુજરાતના મુખ્યપ્રધાન અને અમિતાભ બચ્ચનની તસવીરો પણ છે. જોકે બિગ બીએ આ પ્રચારની વાતને ફગાવી દીધી છે. આ વીડિયોમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે અમિતાભ બચ્ચન દેશના વડાપ્રધાન તરીકે મોદીનો પ્રચાર કરી રહ્યા છે. બુધવારે રાત્રે ટ્વિટમાં તેમણે લખ્યું છે કે "નકલ....મારી સાથે થયેલ આ ગેરકાયદેસરના વર્તનથી હું હેરાન છું અને નારાજ પણ."

mitabh-bachchan

આ મુદ્દે સ્પષ્ટતા કરતા અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે "પ્રિય મિત્રો, હું વર્ષ 2007માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના લીડ ઇન્ડિયા કેમ્પેઇન સાથે જોડાયો હતો. જેમાં આપણે દેશના ગૌરવના ગુણગાન ગાયા હતા. પરંતુ કોઈએ આ પ્રચાર અભિયાનમાં રેકોર્ડ કરાયેલ મારા અવાજ અને ટેક્સ્ટનો ઉપયોગ કરી આ નકલી વીડિયો બનાવ્યો છે, જે પરથી હું ગુજરાતના મુખ્યપ્રધાનનો પ્રચાર કરતો હોંઉ એવું દેખાઈ આવે છે."

ભારત નામના અકાઉન્ટ પરથી આ વીડિયો અપલોડ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે આ અકાઉન્ટથી માત્ર આ એકજ વીડિયો અપલોડ કરાયો છે. આ તરફ મુખ્યપ્રધાને પણ ટ્વિટર પર આ નકલી વીડિયો અપલોડ કરનાર સામે કડક પગલાં લેવાની માગ કરી છે. અમિતાભે પણ આ મુદ્દે કાર્યવાહી કરવાની માગ કરતા લખ્યું છે "હું આ જોઈને નિરાશ થયો છું, અને આમાં મારું સમર્થન નથી. સંબંધિત અધિકારીઓને મે આ વિશે માહિતી આપી છે. મેં મારી ડિજીટલ ટીમને પણ આ વીડિયો વિશે માહિતી એકઠી કરવા કહ્યું છે, જેથી તેની વિરુદ્ધ કડક પગલાં લઈ શકાય."

English summary
Big B ire on video with his voice to endorse Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X