For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ, રાષ્ટ્રપતિએ મારી મહોર

આપ પાર્ટીના 20 ધારાસભ્યો ઠર્યા અયોગ્યરાષ્ટ્રપતિ કોવિંદે મારી મંજૂરીની મહોરઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તરફથી આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો મળ્યો છે. ચૂંટણી પંચ બાદ તેમણે પણ આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવ્યા છે. કેજરીવાલ સરકાર માટે આ મોટો આઘાત છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લાભના પદ મામલે દિલ્હીના સત્તાધારી પક્ષના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવ્યા હતા, આ મામલે કેજરીવાલ સરકારને રાષ્ટ્રપતિ કોવિંદ પાસે ખૂબ આશા હતી. પરંતુ તેમણે પણ ચૂંટણી પંચની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી છે. માર્ચ, 2015માં આપ પાર્ટીએ 21 ધારાસભ્યોને સંસદીય સચિવ પદ પર નિયુક્ત કર્યા હતા, જે અંગે પ્રશાંત પટેલ નામના વકીલે લાભનું પદ જણાવી રાષ્ટ્રપતિ પાસે ફરિયાદ કરતાં ધારાસભ્યોની સભ્યતા સમાપ્ત કરવાની માંગણી કરી હતી.

 aap

જો કે, ધારાસભ્ય જનરલ સિંહે ગત વર્ષે વિધાનસભાની સભ્યતામાંથી રાજીનામું આપ્યા બાદ આ મામલામાં ફસાયેલા ધારાસભ્યોની સંખ્યા 20 થઇ હતી. કેજરીવાલ સરકારે દિલ્હી અસેમ્બલી રિમૂવલ ઓફ ડિસક્વોલિફિકેશન એક્ટ-1197માં સંશોધન કર્યું હતું, જેનાથી સંસદીય સચિવ પદને લાભના પદથી મુક્તિ મળી શકે, પરંતુ એ સમયના રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ આ બિલને મંજૂરી નહોતી આપી. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના તમામ 20 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવ્યા હતા અને તેમની સભ્યતા રદ્દ કરવા માટે રાષ્ટ્રપતિને અરજી કરી હતી, જેને રવિવારે રાષ્ટ્રપતિ કોવિંદે મંજૂરી આપી હતી. સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, ધારાસભ્ય અયોગ્ય છે યોગ્ય, એનો નિર્યણ ચૂંટણી પંચ ન કરી શકે, આનો નિર્ણય અદાલતમાં થવો જોઇએ.

'આપ'ના 20 ધારાસભ્યો:

  • પ્રવીણ કુમાર
  • શરદ કુમાર
  • આદર્શ શાસ્ત્રી
  • મદન લાલ
  • ચરણ ગોયલ
  • સરિતા સિંહ
  • નરેશ યાદવ
  • જરનેલ સિંહ
  • રાજેશ ગુપ્તા
  • અલકા લાંબા
  • નિતિન ત્યાગી
  • સંજીવ ઝા
  • કૈલાશ ગેહલોત
  • વિજેન્દ્ર ગર્ગ
  • રાજેશ ઋષિ
  • અનિલ કુમાર વાજપાયી
  • સોમદત્ત
  • સુલબીર સિંહ ડાલા
  • મનોજ કુમાર
  • અવતાર સિંહ
English summary
Twenty Delhi MLAs of the ruling Aam Aadmi Party (AAP) were disqualified on Sunday with the President of India approving an Election Commission recommendation against the lawmakers in office-of-profit case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X