For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રત્યાર્પણ મામલે વિજય માલ્યા સામે આજે મહત્વનો ચુકાદો

દેશની બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલ બિઝનેસમેન વિજય માલ્યા સામે આજે મહત્વનો નિર્ણય આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશની બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલ બિઝનેસમેન વિજય માલ્યા સામે આજે મહત્વનો નિર્ણય આવી શકે છે. ચીફ મેજિસ્ટ્રેટ એમા ઓર્બુટનોટ આજે માલ્યા મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. માલ્યાના પ્રત્યાર્પણ અંગે ભારતની કોશિશો વચ્ચે આજે મહત્વનો નિર્ણય આવી શકે છે. છેલ્લા નવ મહિના સુધી ચાલેલી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં ખતમ થઈ ગઈ હતી. એવામાં આજે માલ્યા સામે નિર્ણય આવી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત ઘણા લાંબા સમયથી દેશની બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર માલ્યાના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યુ છે. વિજય માલ્યા છેલ્લા ઘણા સમયથી યુકેમાં રહે છે. વળી જ્યારે માલ્યાને પૂછવામાં આવ્યુ કે ભારત પાછા આવવા પર તેમને શેનો ડર છે તો તેણે કહ્યુ કે તેના કેસની સુનાવણી નિષ્પક્ષ નહિ થાય. તે રાજકારણથી પ્રેરિત હશે. નેતા મને ઘણા ગુનાઓમાં દોષીત બનાવી દેશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડાઆ પણ વાંચોઃ રાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડા

શું છે વિકલ્પ

શું છે વિકલ્પ

માલ્યા સામે મુખ્ય રીતે જે કેસ ચાલી રહ્યો છે તે આઈડીબીઆઈ બેંકનો, જ્યાંથી તેણે ઘણી મોટી લોન લીધી હતી અને તે લોનની રકમ તેણે એવા કામમાં લગાવી હતી જેના માટે તેણે આ લોન નહોતી લીધી. આજે થનારી મહત્વની સુનાવણીમાં ઈડીના બે અધિકારીઓ અને સીબીઆઈ તરફથી મનોહર વિશેષ રીતે શામેલ થવાના છે. એવામાં આજે જો માલ્યા સામે ચુકાદો આવે તો માલ્યા ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે અને તેની મંજૂરી તેને મળી શકે છે. પરંતુ જો ચુકાદો ભારત સરકાર સામે આવ્યો તો ઈડી અને સીબીઆઈ 14 દિવસની અંદર ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

પૈસા પાછા આપવાનો આપ્યો પ્રસ્તાવ

પૈસા પાછા આપવાનો આપ્યો પ્રસ્તાવ

મહત્વની વાત એ છે કે વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે હું એખ રૂપિયાનો પણ દેવાદાર નથી. કિંગફિશર એરલાઈન્સ છે અને બિઝનેસમાં અસફળતાના કારણે પૈસા આપવાના બાકી છે. આટલુ જ નહિ પોતાને ચોર કહેવા પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ હતુ કે હું બેંકોના સો ટકા પૈસા પાછા આપવા માટે તૈયાર છુ. જો કે માલ્યા બેંકોની મૂડી પાછી આપવા માટે તૈયાર છે અને તે વ્યાજની રકમમાં છૂટ ઈચ્છે છે. આ પહેલા 2016માં માલ્યાએ કહ્યુ હતુ કે તે 80 ટકા ચૂકવણી કરવા માટે તૈયાર છે.

ભારતીય જેલ પર ઉઠાવ્યા હતા સવાલ

ભારતીય જેલ પર ઉઠાવ્યા હતા સવાલ

તમને જણાવી દઈએ કે વિજય માલ્યા તરફથી 2016માં પીએમ મોદીને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સમિતિની રચના કરીને આ કેસની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. માલ્યાએ પ્રત્યાર્પણ કરીને કહ્યુ હતુ કે ભારતીય જેલોની સ્થિતિ ઠીક નથી. અહીં હવા અને પ્રકાશની સુવિધા નથી. ત્યારબાદ ભારતીય અધિકારીઓએ જેલનો વીડિયો કોર્ટમાં ઉપલબ્ધ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવારઆ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર

English summary
Big decision on Vijay Mallya extradition today he has offered to repay the 100 percent loans of the bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X