ગ્લોબલ રિપોર્ટમાં ભારત 3જા ક્રમે, મોદી સરકાર પર વિશ્વાસ યથાવત

Written By:
Subscribe to Oneindia News

દુનિયાભરના દેશોમાં લોકો પોતાની સરકાર પર કેટલો ભરોસો છે, તેનો રિપોર્ટ રજૂ કરવાવાળી સંસ્થા ગ્લોબલ ટ્રસ્ટ ઇન્ડેક્સ અનુસાર ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે, જ્યાં લોકોને પોતાની સરકાર પર સૌથી વધુ વિશ્વાસ છે. દાવોસમાં જાહેર કરવામાં આવેલ રેંકિંગ અનુસાર, ભારતને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે, જો કે પાછલા વર્ષની સરખામણી આ વખતે રેંકિંગમાં ઘટાડો થયો છે. આ રેંકિંગ આવ્યા બાદ ફરી એકવાર એ વાત પાકી થઇ ગઇ છે કે, લોકોનો વિશ્વાસ પીએમ નરેન્દ્ર મોદી પર હજુ પણ યથાવત છે. માનવામાં આવી રહ્યું છે કે, જો રીતે પીએમ મોદીએ નોટબંધી અને જીએસટી જેવા કર સુધારાના કાયદાઓ લાગુ કર્યા છે, તેને કારણે લોકોનો તેમની સરકાર પર વિશ્વાસ વધ્યો છે.

ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે

ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે

જો વેપાર, મીડિયા અને એનજીઓની વાત કરવામાં આવે તો આ તમામ સેક્ટરમાં સરકાર પર લોકોનો વિશ્વાસ યથાવત છે, જો કે ગત વર્ષની સરખામણીએ આ ભરોસો થોડો ઓછો થયો છે. ગત વર્ષે ભારત પ્રથમ ક્રમે હતું. સેન્ટ્રલ લેવલ પર પહેલા ક્રમે ઇન્ડોનેશિયા અને બીજા ક્રમે ચીન છે. ધ એન્યુઅલ ગ્લોબલ ટ્રસ્ટ ઇન્ડેક્સને કોમ્યુનિકેશન માર્કેટિંગ ફર્મ છે, અડેલમેને દાવોસમાં ગત અઠવાડિયે જાહેર કર્યું છે. જે અનુસાર, ચીનને ખાસી ઉન્નતિ મળી છે, તે પ્રથમ ક્રમાંકે પહોંચયું છે. જ્યારે અમેરિકામાં સરકાર પર લોકોનો ભરોસો ઓછો થયો છે.

મીડિયા પરનો વિશ્વાસ ઘટ્યો

મીડિયા પરનો વિશ્વાસ ઘટ્યો

ભારતમાં સરકાર, એનજીઓ, મીડિયા, વેપારની સરેરાશ ટ્રસ્ટ રેટિંગ 13 ટકા ઓછી થઇ છે, જે ઘણી મોટી કપાત કહેવાય. પરંતુ દરેક શ્રેણીમાં ભારતે 60-100 ટકા અંક મેળવ્યા છે. મીડિયા પર લોકોનો વિશ્વાસ આ વખતે ખાસો ઘટ્યો હોય એમ લાગી રહ્યું છે અને વર્ષ 2017ની સરખામણીએ આ વખતે 5 અંક ઓછા થઇને 61 ટકા થયો છે. જો કે, લોકોએ જે રીતે ફરી એકવાર મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એ પીએમ મોદી માટે રાહતના સમાચાર છે.

મોદી સરકારને રાહત

મોદી સરકારને રાહત

દાવોસમાં વડાપ્રધાને જે રીતે પોતાના ભાષણાં નોટબંધી અને જીએસટીને મોટા નિર્ણયો ગણાવ્યા હતા, એ પછી આ રેકિંગ તેમના માટે રાહત સમાન છે. આ પહેલાં એવા તારણો કાઢવામાં આવી રહ્યા હતા કે, દેશની બહાર વેપાર અંગે સરકાર પ્રત્યે લોકોનું વલણ યોગ્ય નથી, પરંતુ આ રેન્કિંગ બાદ આ તારણો અને અનુમાનો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

કંપનીઓના હેડક્વોર્ટર પર વિશ્વાસ ઓછો

કંપનીઓના હેડક્વોર્ટર પર વિશ્વાસ ઓછો

અહેવાલો અનુસાર, જે કંપનીઓના હેડક્વોર્ટર કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વિડન, ઑસ્ટ્રેલિયામાં છે, એ લોકો પર વિશ્વાસ વધુ છે. જે કંપનીઓ પર લોકોનો ભરોસો ઓછો થયો છે, એમના હેડક્વોર્ટર મેક્સિકો, ભારત, બ્રાઝિલ અને ચીનમાં છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાની રેંકિંગને ઘણું નુકસાન થયું છે. અહીં સરકાર પર લોકોને ભરોસો 9 પોઇન્ટ ઓછો થયો છે.

English summary
Big relief for Narendra Modi Global report says peple trust the government India on the 3rd rank. Indonesia at the first spot and China at the second position.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.