For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સનાતન સંસ્થાનો આતંકી ચહેરો આવ્યો સામે, સાધકે મૂક્યો હતો બોમ્બ

સનાતન સંસ્થાના લોકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં સંસ્થા સાથે જોડાયેલા લોકો આ વાતને સ્વીકારે છે કે તેમણે 2008 માં બોમ્બ ધમાકા કરાવ્યા

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં જે રીતે પત્રકાર ગૌરી લંકેશની હત્યા પાછળ સનાતન સંસ્થાનું નામ સામે આવ્યુ હતુ ત્યારબાદ સતત આ વાત અંગે સવાલ ઉભા થઈ રહ્યા હતા કે આ સંસ્થા કઈ કઈ ગતિવિધિઓ સાથે સંકળાયેલી છે. પરંતુ હવે સનાતન સંસ્થા વિશે એક મોટો ખુલાસો થયો છે. આજતક ચેનલના રિપોર્ટ અનુસાર સનાતન સંસ્થાના લોકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં સંસ્થા સાથે જોડાયેલા લોકો આ વાતને સ્વીકારે છે કે તેમણે 2008 માં બોમ્બ ધમાકા કરાવ્યા હતા.

sanatan sanstha

વીડિયોમાં થયા કેદ

સનાતન સંસ્થાના લોકોએ વીડિયોમાં સ્વીકાર્યુ છે કે 2008 માં મહારાષ્ટ્રમાં તેમણે થિયેટરની બહાર બોમ્બ ધમાકાની ઘટનાને અંજામ આપ્યો હતો. વીડિયોમાં સનાતન સંસ્થાના બે સાધક કેદ થયા છે કે જે પોતે જ આ આતંકી હુમલામાં પોતાની કથિત ભૂમિકાની વાત સ્વીકારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 1999 માં સંમોહન વિદ્યામાં માહિર જયંત આઠવલેએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. જો કે સંસ્થાએ પોતાનું પ્રાથમિક લક્ષ્ય અધ્યાત્મ જણાવ્યુ હતુ. તેની સાઈટ પર પણ લખ્યુ છે કે અમારુ લક્ષ્ય લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપવાનું છે.

આ પણ વાંચોઃ નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવઆ પણ વાંચોઃ નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવ

બોમ્બ ધમાકામાં હાથ

આ સંસ્થા મહારાષ્ટ્ર અને ગોવામાં ઘણા સ્થળોએ ફેલાયેલી છે. 2008 માં થિયેટરની બહાર બોમ્બ ધમાકાના આરોપમાં મહારાષ્ટ્ર એટીએસે પહેલા જ આની સામે ચાર્જશીટ દાખલ કરી છે. વાસ્તવમાં જે રીતે ફિલ્મો અને નાટકોમાં હિંદુત્વ વિરોધી છબી રજૂ કરવામાં આવી રહી હતી તેના વિરોધમાં આ સંસ્થા તરફથી થિયેટરમાં હુમલા કરવામાં આવ્યા હતા. આ મામલે આરોપી મંગેશ દિનકર નિકમને કોર્ટે છોડી મૂક્યો હતો પરંતુ કેમેરા સામે તેણે પોતે આ વાત સ્વીકારી છે કે તેણે જ વિસ્ફોટક લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડઆ પણ વાંચોઃ ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ

દેવી દેવતાઓનું અપમાન

નિકમે સ્વીકાર કર્યો છે કે તેણે આઈડી રાખ્યુ હતુ. તેનું કહેવુ છે કે નાટકમાં અમારા દેવી દેવતાઓની મજાક ઉડાવવામાં આવે છે. તે બંધ થવી જોઈએ. એની જ અમે કોશિશ કરી હતી. આ ઉપરાંત અમારુ લક્ષ્ય વધુ કંઈ નહોતુ. તેણે જણાવ્યુ કે તે 2008 થી આ સંસ્થાનો અનુયાયી છે. તે પનવેલના આશ્રમમાં આવતો જતો રહેતો હતો.

English summary
Big revelation sanatan sanstha follower accepts he planted explosive at the theater.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X