For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ હેરાલ્ડ કેસઃ દિલ્હી HCએ સોનિયા-રાહુલને આપ્યો ઝાટકો

ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વર્ષ 2012માં નેશનલ હેરાલ્ડ કેસમાં વ્યક્તિગત ફરિલાદ નોંધાવી હતી. સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પર છેતરપિંડી તથા ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી હાઇ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. દિલ્હી હાઇ કોર્ટે આવકવેરા વિભાગને નેશનલ હેરાલ્ડ કેસની તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. હાઇ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આ મામલે જરૂરી દસ્તાવેજો આવકવેરા વિભાગને સોંપવાનો આદેશ આપ્યો છે.

rahul gandhi sonia gandhi

દિલ્હી હાઇ કોર્ટનો નિર્ણય

ભાજપ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વર્ષ 2012માં આ મામલે વ્યક્તિગત રીતે ફરિયાદ નોંધાવી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર છેતરપિંડી અને ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા કંપનીમાં સોનિયા અને રાહુલ અને ગાંધીની ભાગીદારી છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, આવકવેરા વિભાગને આ મામલાની તપાસ કરવાનો અધિકાર છે.

આ પહેલાં આ મામલે પટિયાલા હાઉસ કોર્ટે પણ તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરી આવકવેરા વિભાગની તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી. આ આખા મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, અમે અમારી અપીલ પાછી ખેંચી લીધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે.

{promotion-urls}

English summary
Big setback for Sonia, Rahul Gandhi: delhi high Court orders IT probe in National Herald case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X