અમિત શાહને બાજુએ મૂકી કોંગ્રેસને મળ્યા ભાજપના સભ્યો, બંનેએ મળી સરકાર રચી
ગુવાહાટીમાં ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના અમુક નેતાઓએ મળીને બગાવત કરી દીધી છે અને એકસાથે મળીને કાઉન્સિલ ચલાવવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં આ વખતે થયલ ચૂંટણીમાં મઝો નેશનલ ફ્રંટને બહુમત મળ્યા હતા પરંતુ ભાજપના કેટલાક નેતાઓઓ એમએનએફને સત્તામાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. આના કારણે અમિત શાહને મોટો ઝટકો લાગ્યો છે.

શાહે કર્યુ હતુ ટ્વીટ
તમને જણાવી દઈએ કે ચકમા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની સ્થાપના 1972 માં કરવામાં આવી હતી પરંતુ આ મહિને થયેલી ચૂંટણીમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નહિ. આ પહેલા આ ફ્રન્ટને બૌદ્ધ આદિવાસી ચલાવતા હતા. જોવાની વાત એ છે કે અહીં ચૂંટણી બાદ ભાજપના અધ્યક્ષ ખુદ અમિત શાહે ટ્વીટ કરીને મિઝોરમ ભાજપ યૂનિટને અભિનંદન આપ્યા હતા. ટ્વીટ કરીને શાહે જણાવ્યું હતુ કે ચકમામાં એમએનએફ અને ભાજપ મિઝોરમને બહુમત મેળવવા બદલ અભિનંદન. બંનેએ મળીને 20 માંથી 13 બેઠકો પર જીત મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂર્વોત્તર ભારતની નીતિઓને કારણે આ સંભવ બન્યું. આ સાથે જ મિજોરમમાં ભાજપનો ઉદય થઈ રહ્યો છે. પરંતુ ભાજપના કેટલાક સભ્યોએ એમએનએફને સત્તામાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસના નેતાઓ સાથે હાથ મિલાવી લીધા.

ભાજપ નેતા નારાજ
ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર ભારતમાં મિઝોરમ છેલ્લુ એવું રાજ્ય હતુ જ્યાં કોંગ્રેસની સરકાર હતી. ભાજપ પૂરી કોશિશ કરી રહ્યુ હતુ કે અહીં કોંગ્રેસ ફરીથી સત્તા પર ન આવે. મિઝોરમની અડધાથઈ વધુ વસ્તી ચકમા લોકોની છે જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની બગાવત ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. આ પહેલા બાજપ અને એમએનએફના નેતાઓ વચ્ચે થયેલી ડીલને કારણે બાજપના ઉમેદવારને કાઉન્સિલનું ચેરમેનપદ મળ્યું હતું. પરંતુ જે રીતે જીતેલા સભ્યોએ બગાવત કરી છે તેને કારણે પક્ષના નેતા ઘણા નારાજ છે.

ભાજપ પર લગાવ્યો આરોપ
અજવલથી ભાજપના નેતાનું કહેવું છે કે આ સમાચારથી અમે ચોંકી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પોતાના પ્રતિનિધિઓને પક્ષ પલટો કરવા દેવામાં સફળ થઈ છે જો કે, કોંગ્રેસે આ મામલે હજુ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે અને તેમણે કાઇન્સિલના ચેરમેનપદનો દાવો પણ હજુ સુધી નથી કર્યો. આ તરફ મિઝોરમના ખેલમંત્રી અને કોંગ્રેસને નેતા જોડિંતુલંગાનું કહેવું છે કે ચૂંટણી બાદ નેતાઓનું ગઠબંધન અયોગ્ય છે. તેમણે કહ્યું કે આ નેતાઓ મળીને ગઠબંધન તો કરી શકે છે પરંતુ અમારી સરકારે કરેલા કામોને હટાવી નહિ શકે.