For Daily Alerts
હવે ઘરે બેઠા મળશે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી અને તમામ સુવિધાઓ
લખનવનું આરટીઓ વિભાગ જલ્દી જ કેન્દ્ર પરિવહન મંત્રાલય સાથે જોડાઈ રહ્યું છે. જેના કારણે લોકોને લાઈસન્સ બનાવવા જેવી ઘણી બધી મુસીબતોથી છુટકારો મળી જશે. લખનવનું બંને આરટીઓ કાર્યાલયમાં જલ્દી થી નવું સોફ્ટવરે કામ કરવા લાગશે. જેની મદદથી લોકો ઘરે બેઠા આ બધી જ સુવિધા મેળવી શકશે.
આ સુવિધા શરુ થયા બાદ ડુપ્લીકેટ આરસી, ડ્રાઈવિંગ લાઈસન્સ માટે તમે સીધે સીધું ઓનલાઈન આવેદન કરી શકશો. એવામાં લોકોને દલાલો અને રોજ રોજ આરટીઓ માં ચક્કર કાપવાથી મુક્તિ મળી જશે. આ સુવિધાનો લાભ લખનવ અને કાનપુર ના લોકોને મળશે. આ કામ માટે ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેની ખામીઓ દુર કરવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે એક અઠવાડિયાની અંદર અંદર આ બધી જ સમસ્યા દુર કરી દેવામાં આવશે અને સોફ્ટવેરને કામ પર લગાવી દેવાશે.