ઈસરોને મળી સફળતા, ચંદ્રયાન-2 એ પાર કરી મુશ્કેલી, પહોંચ્યુ ચંદ્રની કક્ષામાં
દેશ અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) માટે 20 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો જ્યારે ચંદ્રયાન-2 એક મુશ્કેલ બાધાને પાર કરીને ચંદ્રમાની કક્ષામાં પ્રવેશી ચૂક્યુ છે. ઈસરોએ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. ચંદ્રયાન-2 સવારે લગભ્ગ નવ વાગીને બે મિનિટે ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયુ. આ સફળતા વિશે વધુ માહિતી આપવા માટે આજે સવારે 11 કલાકે ઈસરોના ચેરમેન કે સિવન એક પ્રેસ કૉન્ફરન્સ કરશે.
ચંદ્રયાન 2ને 22 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યુ. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લૉન્ચ ચંદ્રયાન 2ને પહેલા 15 જુલાઈના રોજ લૉન્ચ કરવાનુ હતુ પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે તેના લૉન્ચને ટાળવુ પડ્યુ હતુ. ઈસરોએ પોતાના સૌથી ભારે રોકેટ જીએસએલવી-માર્ક 3 જેને બાહુબલી કહેવામાં આવ્યુ તેની મદદથી આને લૉન્ચ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ શું હોય છે લાઈફ સપોર્ટ સિસ્ટમ જેના મોનીટરીંગ હેઠળ છે અરુણ જેટલી