• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 વર્ષના માસુમ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી

|

બિહારના ભાગલપુરમાં 15 વર્ષના માસુમ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. વાસ્તવમાં છોકરો પોતાના માતાપિતાના તણાવપૂર્ણ સંબંધોથી ત્રાસી ગયો છે જેના કારણે તેણે પોતાનુ જીવન ખતમ કરવાની પરવાનગી માંગી છે. માહિતી અનુસાર આ છોકરો હાલમાં ઝારખંડમાં રહે છે જ્યાં તેના પિતા સરકારી કર્મચારી છે જ્યારે મા પટના સ્થિત બેંકમાં કાર્યરત છે. વળી, આ પત્ર સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યુ કે જ્યારે તેમને પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી બે મહિના જૂના પત્ર વિશે એલર્ટ કરવામાં આવ્યા ત્યારે આ કેસ હાલમાં જ સામે આવ્યો છે.

તપાસના આદેશ

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નિર્દેશ જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે આ કેસમાં વિસ્તૃત તપાસ કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે. તમને જણાવી દઈએ કે છોકરાના પિતા હાલમાં ઝારખંડ સ્થિત દેવઘરમાં સ્ટેટ રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાં મેનેજરના પદ પર કાર્યરત છે જ્યારે મા પટનામાં રહે છે અને તે ત્યાં બેંકમાં આસિસટન્ટ મેનેજરના પદ પર કામ કરે છે. માહિતી અનુસાર છોકરાએ પોતાનુ શરૂઆતનુ જીવન ભાગલપુર એનટીપીસીમાં વિતાવ્યુ છે જ્યાંથી તેના દાદા રિટાયર થયા છે. તે બાદ છોકરો દેવઘર જતો રહ્યો, અહીં તેના પિતા રહે છે. દેવઘરમાં જ રહીને છોકરો પોતાનો અભ્યાસ કરી રહ્યો છે.

માતાપિતાના લગ્નેત્તર અફેર

વળી, આ સમગ્ર મામલે છોકરાના દાદા અને કાકાનું કહેવુ છે કે છોકરાની માના કારણે સંબંધમાં ઘણી કડવાશ આવી ગઈ છે. છોકરાની માના પોતાના પતિ સાથે સંબંધ ઘણા તણાવપૂર્ણ છે. બંનેએ લગ્ન બાદ એકબીજા સામે અફેરના ઘણા કેસ નોંધાવ્યા છે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં છોકરાએ પોતાના માતાપિતા વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધની વાત કહી છે. માતાપિતા વચ્ચે તણાવપૂર્ણ સંબંધના કારણે છોકરો આજિજ આવી ગયો છે. તેનુ કહેવુ છે કે આ તણાવના કારણે તેનો અભ્યાસ પણ ઘણો પ્રભાવિત થઈ રહ્યો છે.

પિતાને કેન્સર, જાનથી મારવાની ધમકી

છોકરાએ પોતાના પત્રમાં કહ્યુ છે કે તેના પિતાને કેન્સર છે. વળી, અસામાજિક તત્વોએ તેના પિતાને જાનથી મારવાની ધમકી પણ આપી છે. સૂત્રોની માનીએ તો છોકરાની માના ઈશારે અમુક લોકોએ પિતાને જાનથી મારવાની ધમકી આપી છે. આ સ્થિતિના કારણે આજિજ આવીને છોકરો પોતાની જિંદગી ખતમ કરવા ઈચ્છે છે. આ પત્ર સામે આવ્યા બાદ આ કેસની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ પૂજા બત્રાના પતિએ નવાબ શાહે ખોલ્યો ગુપચુપ લગ્નનો સિક્રેટ રાઝ

English summary
Bihar: 15 year old boy writes to President to seek permission to end his life PMO orders probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more