India Today Axis My India Exit Poll : જાણો બિહારમાં કોની સરકાર બની રહી છે
પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન સમાપ્ત થઈ ગયું છે. કોની સરકાર બનશે તેનો ફેસલો 10 નવેમ્બરે થઈ જશે. પરિણામ પહેલાં આજે એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે જે બિહારની જનતાનો મૂડ જણાવી રહ્યો છે. ઈન્ડિયા ટૂડેએ એક્સિસ માઈ ઈન્ડિયા સાથે મળી એક્ઝિટ પોલ કર્યો છે.
એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલમાં બિહારની જનતાએ સીએમ તરીકે તેજસ્વી યાદવને નીતિશથી વધુ પસંદ કર્યા ચે. તેજસ્વીને 44 ટકા લોકોએ પસંદ કર્યા છે. તેજસ્વીને 44 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે નીતિશ કુમારને 35 ટકા અને ચિરાગ પાસવાનને 7 ટકા લોકોએ સીએમ તરીકે પસંદ કર્યા છે.
ABP Exit Poll: બિહારમાં વોટિંગ બાદ પહેલો એક્ઝિટ પોલ, જાણો NDAને કેટલી સીટ મળી
જણાવી દઈએ કે બિહારમાં ચૂંટણી પ્રચારમાં રોજગારનો મુદ્દો હાવી રહ્યો. ભાજપે અહીં 19 લાખ નોકરીનું વચન આપ્યું જ્યારે આરજેડીએ 10 લાખ નોકરીનું વચન આપ્યું. આ ઉપરાંત ચૂંટણી રેલીઓએ રામ મંદિર, કલમ 370, આરક્ષણ, પુલવામા, પાકિસ્તાન, ચીન, સીએએ-એનઆરસી અને ઘુસણખોરી જેવા મુદ્દા પણ ઉઠાવ્યા. એનડીએના મુખ્યમંત્રી ઉમેદવાર નીતિશ કુમાર પોતાના ચૂંટણી કેમ્પેનમાં પોતાની નિશ્ચિત યોજનાઓનો ઉલ્લેખ કરવાની સાથે જ જંગલરાજનો ડર દેખાડતા જોવા મળ્યા. નીતિશ કુમારે લાલૂ રાજના બહાને આરજેડી પર ભારે નિશાન સાધ્યું.
2015માં કેવા પરિણામ આવ્યાં હતાં
2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 સીટ સાથે બહુમત હાંસલ કર્યો હતો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 58 સીટથી જ સંતોષ કરવો પડ્યો હતો. મહાગઠબંધન તરફથી નીતિશ કુમાર સીએમ બન્યા. જો કે 2017માં તેઓ મહાગઠબંધનથી અલગ થઈ ગયા અને એનડીએમાં સામેલ થયા પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર તેમનો કબ્જો યથાવત રહ્યો. તેઓ 15 વર્ષથી બિહારના સીએમ છે.