For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે

હવે એક નવા સમાચાર આવી રહ્યા છે કે બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે.

|
Google Oneindia Gujarati News

હવે એક નવા સમાચાર આવી રહ્યા છે કે બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે. બિહાર કેબિનેટે આ સ્કીમને ગુરુવારે મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો લાભ 24 એપ્રિલ 2018 પછી પાસ થનાર છોકરીઓને મળશે. આ યોજનાથી લગભગ 1 લાખ કરતા પણ વધારે છોકરીઓને લાભ મળશે. મંત્રી મંડળની બેઠક પછી કેબિનેટ વિશેષ સચિવ યુએન પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રેજ્યુએટ છોકરીઓ માટે કુલ 300 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. સીએમ બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના હેઠળ તેને શરુ કરવામાં આવી છે.

nitish kumar

બિહાર કેબિનેટની બેઠકમાં કુલ 6 એજન્ડા પર મજૂરી મળી છે. મંત્રી મંડળે આઈઆઈઆઈટી ભાગલપુરને 50 એકડ જમીન અને કમજોર વર્ગ શાખાઓ માટે 132 પદ પ્રસ્તાવ માટે પણ મંજૂરી આપી છે. કેબિનેટે ભાગલપુરના અભિયંત્રણ મહાવિદ્યાલય પરિસરમાં 50 એકડ જમીન ભારતીય સૂચના પ્રદ્યોગી સંસ્થાન, સોસાયટી ભાગલપુરને આપવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો: નીતીશ-ભાજપ વચ્ચે 2019 ચૂંટણી અંગે થઇ ડીલ, આ છે નવો ફોર્મ્યુલા

આ ઉપરાંત, કેબિનેટ બિલ્ડિંગ બાંધકામ વિભાગના યોગ્ય સંચાલન માટે 1.75 કરોડની કિંમતે બિલ્ડિંગ ડિવિઝન પટના હાઇકોર્ટ અને ઇલેક્ટ્રિકલ વર્ક્સ ડિવીઝન નં. 3 પટનાની રચના સાથે 30 આવશ્યક પોસ્ટ્સની રચના કરવાની દરખાસ્ત માટે પણ મંજૂરી આપી છે.

આ પણ વાંચો: તેજસ્વીએ નીતિશ કુમારના DNA પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ચાચા 'ચીટ મિનિસ્ટર' છે

English summary
Bihar cabinet approves 25 thousand to graduate girls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X