For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દેશ-એક ચૂંટણી, સાચી પરંતુ હાલમાં સંભવ નથી: નીતીશ કુમાર

એક દેશ એક ચૂંટણી અંગે હાલમાં ચર્ચા થઇ ચુકી છે. બીજેપી લોકસભા ઈલેક્શન સાથે સાથે વિધાનસભા ઈલેક્શન કરાવવાના પક્ષમાં છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એક દેશ એક ચૂંટણી અંગે હાલમાં ચર્ચા થઇ ચુકી છે. બીજેપી લોકસભા ઈલેક્શન સાથે સાથે વિધાનસભા ઈલેક્શન કરાવવાના પક્ષમાં છે. પરંતુ કોંગ્રેસ આ વિચારની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે દેશની જનતા પણ તેના વિરુદ્ધ છે. આ બધાની વચ્ચે બિહારના સીએમ નીતીશ કુમાર ઘ્વારા પણ પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે હાલમાં દેશમાં લોકસભા અને વિધાનસભા ઈલેક્શન એકસાથે કરાવવી સંભવ નથી.

nitish kumar

નીતીશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં દેશમાં લોકસભા અને વિધાનસભા ઈલેક્શન એકસાથે કરાવવું સંભવ નથી. નીતીશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે વૈચારિક રીતે યોગ્ય છે. તેને જણાવ્યું કે તેના માટે લોકોની સહમતી જરૂરી છે. બીજી બાજુ આવતા વર્ષે થનાર લોકસભા ઈલેક્શન સાથે સાથે ભાજપ 11 અલગ અલગ રાજ્યોમાં વિધાનસભા ઈલેક્શન પણ કરાવવા માટે તૈયારી કરી રહ્યું છે. સૂત્રો અનુસાર ભાજપ એક દેશ અને એક ચૂંટણી વિચાર આગળ વધારવાની સાથે ચાલી રહ્યું છે.

વાંચો: એક દેશ એક ચૂંટણી પર શું કહ્યુ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે

મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે પણ આ મુદ્દે કહ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને દેશમાં એકસાથે કરાવવું શક્ય નથી. તેમણે કહ્યું હતું કે આ માટે કાયદામાં ફેરફાર થશે. રાવતે જણાવ્યું હતું કે ચૂંટણીને એકસાથે રાખવા માટે બંધારણીય ફેરફારોની જરૂર પડશે.

English summary
bihar chief minister nitish kumar reaction on one nation one election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X