For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર સીએમ નીતીશ કુમારને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમારને આંખ અને ઘૂંટણના ઉપચાર માટે મંગળવારે સવારે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમારને આંખ અને ઘૂંટણના ઉપચાર માટે મંગળવારે સવારે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ રૂટિન ચેકઅપ માટે એમ્સમાં દાખલ થયા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા કેટલાક દિવસ પહેલા નીતીશ કુમારના બીમાર થવાની ખબર આવી હતી જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરવાની માંગ કરી હતી. તેજસ્વી યાદવ ઘ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે બિહારની રાજનીતિમાં ઘણો હંગામો થયો હતો.

આ પણ વાંચો: એક દેશ-એક ચૂંટણી, સાચી પરંતુ હાલમાં સંભવ નથી: નીતીશ કુમાર

નીતીશ કુમારનો દિલ્હી પ્રવાસ ખુબ જ અગત્યનો છે

નીતીશ કુમારનો દિલ્હી પ્રવાસ ખુબ જ અગત્યનો છે

આપને જણાવી દઈએ કે નીતીશ કુમાર સોમવારે બિહારથી દિલ્હી પહોંચ્યા હતા. ચર્ચા થઇ રહી છે કે નીતીશના દિલ્હી પ્રવાસ દરમિયાન વર્ષ 2019 લોકસભા ઈલેક્શન માટે સીટોની વહેંચણીને અંતિમ રૂપ આપી શકાય છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હજુ કેટલાક દિવસો સુધી દિલ્હીમાં જ રહેશે.

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટો ફાઇનલ?

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટો ફાઇનલ?

નીતીશ કુમારે હાલમાં જ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સામે કહ્યું હતું કે ભાજપ અને જેડીયુ વચ્ચે સીટોની વહેંચણી અંગે વાતચીત થઇ ચુકી છે. નીતીશ કુમારે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તેઓ સીટોની ચિંતા ના કરે અને 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જોડાય જાય. પરંતુ નીતીશ કુમારે હજુ સુધી જણાવ્યું નથી કે તેમને કેટલી સીટો મળી રહી છે. તેમને કહ્યું છે કે જેડીયુએ પોતાની શરતો પર જ સીટો અંગે ભાજપ સાથે સમજૂતી કરી છે.

પ્રશાંત કિશોર જેડીયુ સાથે જોડાયા

પ્રશાંત કિશોર જેડીયુ સાથે જોડાયા

પોલિટિકલ એનાલિટિક્સના નિષ્ણાંત પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈની પણ સાથે કામ નહી કરે. જો કે રણનીતિકાર પ્રશાંત કિશોર જેડીયૂમાં સામેલ થઈ ગયા છે, જેડીયૂ કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીની સભ્યતા અપાવી હતી. પ્રશાંત કિશોર ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિના નામથી સંગઠન ચલાવે છે. જે કેમ્પેન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે. ભાજપ સાથે અણબન થતાં પ્રશાંત કિશોરે વર્ષ 2015 માં બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશ કુમાર- લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધન માટે કામ કર્યું અને જંગી મતોથી બિહારમાં મહાગઠબંધનની જીત થઈ.

English summary
Bihar CM Nitish Kumar Has Been Admitted in AIIMS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X