For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાબોધિ બ્લાસ્ટ અને મિડ ડે મીલ ઘટના પાછળ વિપક્ષનું કાવતરું: નીતિશ

|
Google Oneindia Gujarati News

પટણા, 23 જુલાઇ : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચુપ્પી તોડતા જણાવ્યું છે કે મિડ ડે મીલ કરુણાંતિકામાં સડયંત્ર ઘડવામાં આવ્યું હતું. નીતિશે આરોપ લગાવ્યો કે આ ઘટનામાં રાજનૈતિક લાભ ઉઠાવવા માટે ભાજપા અને આરજેડીમાં ગુપ્તપણે સહકાર હતો.

જનતા દળ(યૂ)ના પ્રવક્તા રાજીવ રંજને નીતિશના હવાલાથી જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ સારન જિલ્લાની એક સ્કૂલમાં થયેલી આ ઘટનાની પાછળ કાવતરાની અમારી શંકાની ખરાઇ કરી દીધી છે.

મુખ્યમંત્રીએ ભાજપા અને આરજેડી પર મીલીભગતનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે બોધગયામાં આતંકી હુમલો અને છપરામાં થયેલા મિડ ડે મીલ કરુણાંતિકા બાદ સમજીવિચારીને કરવામાં કાવતરૂં સ્પષ્ટપણે દેખાઇ શકે છે. બંને દળોએ આ ઘટના બાદ બંધ પાળવાની જાહેરાત કરી હતી. આ બંધથી બંને દળોની વચ્ચે ગુપ્ત સહમતિની જાણ થાય છે.

nitish kumar
પહેલીવાર નીતિશ કુમારે મિડ ડે મીલ દુર્ઘટના પર નીતિશ કુમારે પોતાની ચુપ્પી તોડી છે અને સીધો વિપક્ષી દળો પર હુમલો કર્યો છે. નીતિશે જણાવ્યું કે વિપક્ષ દ્વારા તેમની સરકારને અસ્થિર કરવાના પ્રયત્નના કારણે આવી દુર્ઘટના થઇ શકે છે. તેમણે પાર્ટીના સભ્યોને આની સામે લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

નીતિશે આરોપ લગાવ્યો છે કે ભાજપા સત્તાથી બહાર થયા બાદથી પરેશાન છે અને તે અમારી સરકારને અસ્થિર કરવાના પ્રયાસમાં લાગી છે. તેઓ મારા ધીરજની પરીક્ષા લઇ રહ્યા છે. પરંતુ હું મારા માર્ગથી ભટકવાનો નથી, બિહારની જનતાએ વિકાસ માટે અમારી પસંદગી કરી છે અને આ લક્ષ્યને લઇને આગળ વધતા રહીશું.

English summary
Smelling a conspiracy behind the mid-day meal tragedy in Bihar, Chief Minister Nitish Kumar has alleged that BJP and RJD had a secret understanding to derive political mileage from the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X