• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાના ઘરમાં ચોરી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

બિહારની રાજધાની પટનામાં ચોરીનો એક હાઇપ્રોફાઇલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગયા ગુરુવારે મોડી રાત્રે, બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના ઘરે, ગુનેગારોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. પોલીસે આ બાબતે જણાવ્યું છે કે પટનામાં બિહાર કોંગ્રેસ પ્રમુખ મદન મોહન ઝાના ઘરે ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ચોરોએ ઘણી વસ્તુઓ પર હાથ સાફ કર્યા છે. એએનઆઈ ન્યૂઝ એજન્સી અનુસાર, બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાના પુત્ર માધવ ઝાએ જણાવ્યું કે ચોરોએ રાત્રે કબાટમાંથી કેટલાક દસ્તાવેજો અને પૈસા ચોરી લીધા હતા. પુરો સામાન વેર વિખેર છે.

સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે પોલીસ પર સંડોવણીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આટલી સુરક્ષા હોવા છતાં આ ઘટના કેવી રીતે બની તે સમજ બહાર છે. જણાવી દઈએ કે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના કૌટિલ્ય નગરમાં સ્થિત મદન મોહન ઝાના ઘરે ચોરીની ઘટના બની છે. મદન મોહન ઝા રહે છે તે રૂમમાંથી ચોરી કરવામાં આવી છે. ચોરીની ઘટના વખતે પરિવારના તમામ સભ્યો ઉપરના માળે સૂતા હતા. મદન મોહન ઝા આ દિવસોમાં દિલ્હીમાં રોકાણ પર છે. ચોરીની આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું છે કે પ્રદેશ અધ્યક્ષને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, પરંતુ સુરક્ષા જેટલી હોવી જોઇએ તેટલી નથી. જોકે આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસ તપાસમાં લાગેલી છે અને ત્રણ શકમંદોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર પટના પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉભા કર્યા છે કારણ કે ચોરીના બનાવો પટના પોલીસના નિયંત્રણની પ્રાથમિકતામાં ટોચ પર છે, પરંતુ લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

English summary
Bihar Congress president Madan Mohan Za's house burglary, questions raised over police operations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X