For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

રિટાયર્ડ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસની પુત્રીએ કથિત રીતે પટના સ્થિત પોતાના ઘરના 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં પૂર્વ વરિષ્ઠ પોલિસ અધિકારીની પુત્રીએ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર રિટાયર્ડ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસની પુત્રીએ કથિત રીતે પટના સ્થિત પોતાના ઘરના 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પોલિસની ટીમ પહોંચી ગઈ છે. પટનાના ડીએમ અને એસએસપી પણ ઘટના સ્થળે હાજર છે. પોલિસ મામલાની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી. પટનાના એસએસપી મનુ મહારાજે કહ્યુ કે શરૂઆતમાં એવુ લાગે છે કે આ આત્મહત્યાનો મામલો છે. અમે મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. પીડિત પરિવાર શોકમાં છે એટલા માટે અમે કોઈ પૂછપરછ કરી નથી. હજુ સુધી આ મામલે કોઈ સુસાઈડ નોટ મળી નથી.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડાઆ પણ વાંચોઃ રાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડા

થઈ ચૂકી હતી સગાઈ

થઈ ચૂકી હતી સગાઈ

પૂર્વ આઈજીની પુત્રીની સોમવારે કિશનગંજના ડીએમ સાથે લગ્ન થવાના હતા. પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ પુત્રીએ 14માં માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. પૂર્વ આઈજીની પુત્રીનું સ્નિગ્ધા છે અને તેના લગ્નની તિલક રસમ થઈ ચૂકી હતી. આ સાથે જ તેની સગાઈની રસમો પણ શનિવારે પૂરી થઈ ચૂકી હતી.

પ્રેમ પ્રસંગનો મામલો

પ્રેમ પ્રસંગનો મામલો

પૂર્વ આઈજીનું નામ સુધાંશુ કુમાર છે. તે ઉદયગિરી એપાર્ટમેન્ટમાં રહેતા હતા કે જે મ્યુઝિયમ સામે છે. સ્નિગ્ધા આજે સવારે જ પોતાના ડ્રાઈવર સાથે એપાર્ટમેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે આજે સવારે આત્મહત્યા કરી દીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રેમ પ્રસંગનો મામલો છે આના કારણે લગ્નના એક દિવસ પહેલા જ પુત્રીએ આત્મહત્યા કરી લીધી. ઘરની છતથી મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. વળી, પરિવારની આ મામલે પોલિસ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડૉક્ટરનો અભ્યાસ

ડૉક્ટરનો અભ્યાસ

સ્નિગ્ધાએ આઈજીએમએસથી એમડીનો અભ્યાસ કર્યો હતો અને તે કોલકત્તાથી પીજીનો અભ્યાસ કરી રહી હતી. અહીંના એક સહપાઠી સાથે તેનો પ્રેમ સંબંધ હતો પરંતુ ઘરવાળાને આ સંબંધ પસંદ નહોતો. ત્યારબાદ તેમના લગ્ન કિશનગંજના ડીએમ સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવારઆ પણ વાંચોઃ Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર

English summary
Bihar: Daughter of a retired Inspector General of Police allegedly committed suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X