Bihar Election Result 2020: કેવટી સીટ પર BJPના મુરારી મોહન જીત્યા, રાજદના અબ્દુલ બારી હાર્યા
નવી દિલ્લીઃ બિહારના દરભંગા જિલ્લાની કેવટી વિધાનસભા સીટ પર ભાજપના મુરારી મોહન ઝાની જીત થઈ છે. મુરારી મોહને રાષ્ટ્રીય જનતા દળના અબ્દુલ બારી સિદ્દીકીને આઠ હજારથી વધુ મતોથી હરાવ્યા છે. અબ્દુલ બારી સિદ્દીકી પૂર્વમાં બિહાર સરકારમાં મંત્રી અને રાજદા મોટા ચહેરા રહ્યા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં રાજદના ફરાજ ફાતમીએ અહીંથી ભાજપ ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં મુરારી મોહને કેવટી સીટથી રાજદ પાસેથી છીનવી લીધી છે.
કેવટી વિધાનસભા સીટથી રાજદના ફરાજ ફાતમી 2015માં ધારાસભ્ય હતા જેમની જગ્યાએ પોતાના સીનિયર નેતા અબ્દુલ બારી સિદ્દીકીને રાજદે ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તે જીત મેળવવા નિષ્ફળ રહ્યા. અબ્દુલ બારી સિદ્દીકી સાત વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. સિદ્દીકીની પરંપરાગત સીટ અલીનગર રહી છે પરંતુ આ વખતે તે સીટ બદલીને કેવટીથી ચૂંટણી લડ્યા. કેવટીથી પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીએ સમીઉલ્લા ખાન જ્યારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ ચાંદ બાબુ રહેમાનને ઉમેદવાર બનાવ્યા પરંતુ રાજદ અને ભાજપમાં સીટ પર મુખ્ય મુકાબલો રહ્યો. વાસ્તવમાં કેવટી સીટ પર લાંબા સમયથી ભાજપ અને રાજદમાં જ મુકાબલો રહ્યો છે. 2005 અને 2010માં અહીં ભાજપ જીતી હતી. વળી, આ પહેલા ત્રણ વાર એટલે કે 1990-95 અને 2000માં આ સીટ પર રાજદનો કબ્જો હતો. ત્યારબાદ 2015માં રાજદ અને હવે 2020માં એક વાર ફરીથી ભાજપ જીતી ગઈ છે.
બિહારની 243 સીટો પર થયેલ ચૂંટણીમાં એનડીએને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીના રુઝાનોમાં એનડીએ 120 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જે બહુમતના આંકડા એટલે કે 122ની નજક છે. મહાગઠબંધન 106 સીટો પર આગળ છે. રુઝાનોને જોઈએ તો હવે એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. પાર્ટીની રીતે વાત કરીએ તો ભાજપ સૌથી વધુ 73 સીટો પર આગળ છે. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા દળને 68 સીટો પણ લીડ છે. જનતા દળ યુને 47 અને કોંગ્રેસને 20 સીટો પર લીડ છે. ત્યારબાદ ભાકપા માલેને 12 સીટો પર લગભગ સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. તે ઉપરાંત વિકાસશીલ ઈન્સાન પાર્ટીને 5 અને લોકજનશક્તિ પાર્ટીને બે સીટો પર લીડ મળી રહી છે. એઆઈએમઆઈએમ અને બસપાને બે-બે, સીપીઆઈ અને સીપીએમને ત્રણ-ત્રણ સીટ પર લીડ મળી છે. પાંચ સીટો પર અપક્ષને લીડ મળી છે.
બિહાર ચૂંટણી પરિણામઃ સરસાઈ બાદ CM વિશે બદલાઈ રહ્યો BJPનો મૂડ