• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જીતનરામ માંઝીએ આતંકી મસૂદને કહ્યા ‘સાહેબ', ભડક્યુ ભાજપ

|

જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે, જ્યાં વિશ્વ સ્તર પર ભારતની કૂટનીતિની જીત થઈ છે. વળી, બીજી તરફ દેશની અંદર આ મુદ્દે રાજકારણમાં ગરમાયુ છે અને નેતાઓ ક્રેડિટ લેવાના ચક્કરમાં વિવાદિત નિવેદન આપતા ખચકાતા નથી. આ મામલે તાજુ નામ જોડાયુ છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની અવામ મોરચાના પ્રમુખ જીતનરામ માંઝીનું જેમણે આતંકી મસૂદ અઝહરને 'સાહેબ' કહીને સંબોધિત કર્યા છે ત્યારબાદ રાજકીય બબાલ મચવી નક્કી હતી તે શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ મે પ્રધાનમંત્રીની માફી માંગી નથી, ફરીથી કહુ છુ ચોકીદાર ચોર છેઃ રાહુલ ગાંધી

જીતન રામ માંઝીએ આતંકી મસૂદ અઝહરને કહ્યા ‘સાહેબ'

જીતન રામ માંઝીએ આતંકી મસૂદ અઝહરને કહ્યા ‘સાહેબ'

એક સભામાં બોલતા માંઝીએ કહ્યુ કે ઘણી સમયથી અઝહર ‘સાહેબ'ને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, દબાણ કરવામાં આવી રહ્યુ હતુ, સંયોગ એ છે કે નિર્ણય આ વખતે લેવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આનો શ્રેય લઈ રહ્યા છે, આ અમારી સમજથી યોગ્ય નથી, આના માટેના પ્રયત્નો લાંબા સમયથી ચાલુ છે. વૃક્ષ કોઈ લગાવે છે ફળ કોઈ ખાય છે. માંઝીએ કહ્યુ કે વૃક્ષ લગાવવામાં આવે છે તો તે શરૂઆતમાં છોડ હોય છે અને મોટુ થઈને ફળ આપવા લાગે છે, જ્યારે વૃક્ષ આપવા લાગે તો એ કહેવુ કે આ અમારા ફળ છે, એ યોગ્ય નથી.

એ પણ વિચારવુ જોઈએ કે છોડ શેનો લગાવ્યો હતો - માંઝી

એ પણ વિચારવુ જોઈએ કે છોડ શેનો લગાવ્યો હતો - માંઝી

એ પણ વિચારવુ જોઈએ કે છોડ શેનો લગાવ્યો હતો, મસૂદને આતંકી ઘોષિત કરવો ખૂબ જરૂરી હતો, આની શરૂઆત મનમોહન સિંહના સમયે કરવામાં આવી હતી, જેના પર ઘણા સમય પહેલા કોશિશ કરવામાં આવી હતી, જેના પર નિર્ણય હવે આવ્યો છે, એવામાં મોદી સરકારને આ મુદ્દે વાહવાહી ન લૂટવી જોઈએ, આ એકદમ ખોટુ છે.

ભાજપે માંઝીને આ મુદ્દે માંગ્યો જવાબ

માંઝીના આ નિવેદન પર રાજકારણ ગરમાયુ છે, ભાજપે આની તીખી પ્રતિક્રિયા કરતા માંઝીએ આ મુદ્દે જવાબ માંગ્યો છે. ભાજપે માંઝીની તીખી ટીકા કરીને બિહારના આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા મંગલ પાંડેએ ટ્વીટ કરીને કહ્યુ, ‘જીતનરામ માંઝીએ મસૂદ અઝહરને સાહેબ કરીને ફરીથી એ સાબિત કરી દીધુ છે કે કોંગ્રેસ અને તેમના સહયોગી દળ આતંકવાદીઓ પ્રત્યે વિશેષ સમ્માન અને આદરનો ભાવ રાખે છે. શું આપણા દેશના માસૂમ લોકોનું લોહી વહાવનારાનું મહિમા મંડન પણ તેમના પોલિટિકલ એજન્ડામાં છે? જવાબ આપો માંઝી સાહેબ.'

માંઝીના નિવેદનને પાર્ટીએ જણાવ્યુ - 'slip of the tongue'

હોબાળો વધતો જોઈ માંઝીના બચાવમાં તેમની પાર્ટી હિંદુસ્તાની અવામ મોરચો ખુલીને સામે આવી ગઈ, પાર્ટી પ્રવકતા દાનિશ રિઝવાને માંઝીનો બચાવ કરીને કહ્યુ કે તે હંમેશા સત્યને સત્ય અને જૂઠને જૂઠ બોલે છે, માંઝીએ જે કહ્યુ છે તે માત્ર 'slip of the tongue' છે, આને આટલુ તુલ ન આપવુ જોઈએ.

English summary
bihar ex cm jitan ram manjhi calls sahab masood bjp questioned warm politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more