For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારની દીકરીને ગૂગલે આપ્યું 1 કરોડનું પેકેજ

બિહારના નાના શહેરમાં રહેતી યુવતીને ગૂગલે 1 કરોડનું પેકેજ ઓફર કર્યું છે. રાજધાની પટના નજીક આવેલા નાનકડા ગામમાં રહેતી મધુમિતા ને ગૂગલે શાનદાર પેકેજ આપ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના નાના શહેરમાં રહેતી યુવતીને ગૂગલે 1 કરોડનું પેકેજ ઓફર કર્યું છે. રાજધાની પટના નજીક આવેલા નાનકડા ગામમાં રહેતી મધુમિતા ને ગૂગલે શાનદાર પેકેજ આપ્યું છે. ખગોલમાં રહેનાર મધુમિતા 7 રાઉન્ડ ઇન્ટરવ્યૂ પાર કર્યા પછી ગૂગલમાં નોકરી મેળવવામાં સફળ રહી. કંપનીએ તેને સ્વિઝર્લેન્ડ ની ગૂગલ હેડ ઓફિસમાં પોસ્ટિંગ આપી છે.

ગૂગલે આપ્યું 1 કરોડનું પેકેજ

ગૂગલે આપ્યું 1 કરોડનું પેકેજ

બિહારમાં રહેતી મધુમિતા ને વિશ્વની સૌથી પ્રખ્યાત કંપની ગૂગલે નોકરી માટે ઓફર આપી છે. મધુમિતા એ સોમવારે સ્વિઝર્લેન્ડમાં ગૂગલ હેડ ઓફિસ જોઈન કરી લીધી છે. કંપનીએ તેને વર્ષનું 1 કરોડ પેકેજ ઓફર કર્યું છે. તેને ટેક્નિકલ સોલ્યૂશન એન્જીનીયર પોસ્ટ માટે પસંદ કરવામાં આવી છે.

સાધારણ પરિવાર

સાધારણ પરિવાર

મધુમિતા ખુબ જ સાધારણ પરિવાર થી આવે છે. તેના પિતા સુરેન્દ્ર શર્મા સોનપુર રેલ મંડળમાં સહાયક આરપીએફ કમાન્ડેટ છે. જયારે માતા એક ઘરેલુ મહિલા છે. તેનો ભાઈ એન્જીનીયર છે અને બહેન મેડિકલ માટે તૈયારી કરી રહી છે. તેના પિતા રેલવે થી રિટાયર્ડ છે અને તેમનો પરિવાર ખુબ જ સામાન્ય છે.

સાત રાઉન્ડ સુધી ચાલ્યું ઇન્ટરવ્યૂ

સાત રાઉન્ડ સુધી ચાલ્યું ઇન્ટરવ્યૂ

મધુમિતા નાનપણ થી ગૂગલ જેવી મોટી કંપનીમાં કામ કરવાનું સપનું જોતી હતી. તેને પોતાની મહેનત થી આ સફળતા મેળવી લીધી. તેને ગૂગલમાં સિલેક્ટ થવા માટે 7 રાઉન્ડ ઇન્ટરવ્યૂ પાર કર્યો. ઇન્ટરવ્યૂમાં પાસ થનાર મધુમિતા ભારતની એક માત્ર કેન્ડિડેટ હતી. તેમને મર્સીડીઝ અને એમેઝોન જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું છે. પરંતુ હવે તેમની પસંદગી ગૂગલ માટે થઇ ગયી છે. પોતાની સફળતા વિશે તેને જણાવ્યું કે આઈઆઈટી જેવી મોટી સંસ્થામાં અભ્યાસ કર્યા વિના પણ સફળતા મેળવી શકાય છે.

English summary
Bihar girl gets 1 crore package in google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X