નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા બાદ રાજ્યમાં એક વાર ફરીથી એનડીએ સરકારની રચના થવા જઈ રહી છે. આજે જનતા દળ યુનાઈટેડ(જેડીયુ) ચીફ નીતિશ કુમાર બિહારમાં સત્તારૂઢ થવા જઈ રહેલી ગઠબંધન સરકારમાં 7મી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. નીતિશ કુમાર સૌથી પહેલા વર્ષ 2000માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. રવિવારે થયેલી એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વનિર્ધારિત નિર્ણય પર અડગ રહીને ભાજપે સીએમ પદ માટે નીતિશકુમારના નામ પર મહોર લગાવી. વળી, ઉપમુખ્યમંત્રીની રેસમાં આ વખતે સુશીલ કુમાર મોદીનુ પત્તુ કપાઈ ગયુ છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિશે હજુ સસ્પેન્સ ચાલુ છે. સૂત્રોની માનીએ તો તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીમાં કોઈ એકના નામ પર ડેપ્યુટી સીએમની મહોર લાગી શકે છે. અહીં જુઓ, નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારંભની લાઈવ અપડેટ..
Newest FirstOldest First
5:28 PM, 16 Nov
નીતિશ કુમાર સાથે સરકારમાં ભાજપના કોટાથી 7, જદયુના કોટાથી 5 અને હમ-વીઆઈપીથી એક-એક મંત્રીએ શપથ લીધા છે.
5:27 PM, 16 Nov
ભાજપ નેતા રામ સુરત રાયે મંત્રી પદના શપથ લીધા. ઔરાઈ વિધાનસભા સીટથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે રામ સુરત રાય.
5:27 PM, 16 Nov
ચિરાગે નીતિશ કુમારના સીએમ બનવા પર ટ્વિટ કરીને કહ્યુ - 4 લાખ બિહારીઓ દ્વારા બનાવવામાં આવેલ બિહાર1stબિહારી1st વિઝન ડોક્યુમેન્ટ તમને મોકલી રહ્યો છુ જેથી તેમાંથી પણ જે કાર્યો તમે પૂરા કરી શકો તે કરી દો. એક વાર ફરીથી તમને મુખ્યમંત્રી બનવા અને ભાજપને તમને મુખ્યમંત્રી બનાવવા માટે અભિનંદન.
5:25 PM, 16 Nov
લોજપા અધ્યક્ષ ચિરાગે ટ્વિટ કરીને કહ્યુ - નીતિશ કુમારજીને ફરીથી મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન. આશા કરુ છુ કે સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને તમે એનડીએના મુખ્યમંત્રી બની રહેશો.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સોમવારે સાંજે 4.30 વાગે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે ઉપમુખ્યમંત્રી પદ વિશે કોઈ પણ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી. રિપોર્ટ મુજબ બિહારમાં બે ઉપ મુખ્યમંત્રી હોઈ શકે છે.
9:03 AM, 16 Nov
સૂત્રો મુજબ ભાજપના 18, જેડીયુના 12 અને મુકેશ સહની અને જીતન માંઝીની પાર્ટીમાંથી એક-એક મંત્રી બની શકે છે.
9:04 AM, 16 Nov
સૂત્રો મુજબ જૂના નીતિશ કેબિનેટના જ ઘણા મોટા ચહેરાઓને એક વાર ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે.
10:39 AM, 16 Nov
જેપી નડ્ડા થશે શામેલ
BJP President Jagat Prakash Nadda to attend oath-taking ceremony of JD(U) Chief and Bihar CM designate Nitish Kumar in Patna, today.
નીતિશ કુમાર આજે સાતમી વાર બિહાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ભાજપના સહયોગથી તેમની સરકાર બની રહી છે. ભાજપ કાર્યાલયમાં આજે ઉજવણીનો માહોલ છે.
3:20 PM, 16 Nov
#WATCH ये अवैध सरकार है, ये मतदाताओं के द्वारा उत्पन्न सरकार नहीं है। ये जनादेश के साथ डकैती है, बलात्कार है। ये भाजपा की कठपुतली बनकर रहेंगे। पहले तो इनका अस्तित्व नहीं था...: शपथ ग्रहण समारोह का बायकॉट करने पर बिहार राजद अध्यक्ष जगदानंद सिंह pic.twitter.com/CHwFyKm9yD