For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતીશની હેટ્રીક અને મોદીને પીએમ બનાવનાર એક જ વ્યક્તિ?

|
Google Oneindia Gujarati News

જી હા, મિત્રો તમે સાચુ સાંભળ્યુ...આજે ફરી એકવખત નિતીશ કુમાર સીએમ બનવામાં સફળ થયા છે તો તેની પાછળ એજ વ્યક્તિનું દિમાગ છેકે જેમણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાસનમાં ગાબડા પાડીને ગુજરાતના સીએમને પીએમ બનાવ્યા. જેના કારણે ભારતથી લઇને અમેરિકા સુધી ચર્ચા થાય છેકે આખરે કેવી રીતે એક ચા વેચવાવાળાનો પુત્ર પીએમ બન્યો.

શું તમે જાણવા માંગો છોકે તે શખ્સ કોણ છે...તો સાંભળો તે વ્યક્તિનું નામ છે, પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીના રણનિતીકાર હતા, પરંતુ આ વખતે પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી મોદીની સાથે નહીં પણ નિતીશ કુમારની સાથે હતા, અને પરિણામો તમારી સામે છે.

નિતીશની સફળતા પાછળ પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે નવી પદ્ધતિથી નિતીશ કુમાર અને તેમના ગઠબંધન માટે પ્રચારનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. ત્યારે આવો આગળની સ્લાઇડ્સ દ્વારા જાણીએ કે આખરે તેમણે કેવી રીતે બ્રાન્ડીંગની સ્ટ્રેટેજી ઘઢી હતી.....

કેસરીયાના બદલે લાલ-પીળા

કેસરીયાના બદલે લાલ-પીળા

પ્રશાંત કિશોરે કહ્યું કે જ્યારે કોઇ પણ વસ્તુને તડક ભડક સાથે રજૂ કરવામાં આવે તો લોકો તેનાથી જલ્દી આકર્ષિત થાય છે. તેથી તેમણે ભાજપના ભગવા રંગની સામે નિતીશ-લાલુ માટે લાલ-પીળા રંગનો ઉપયોગ કર્યો.

સોશ્યિલ મિડીયા

સોશ્યિલ મિડીયા

પ્રશાંત ભૂષણે ચૂંટણી માટે બુથ સ્તરના આંકડાઓનું વિશ્લેષણ, મતદારોને આકર્ષિત કરનાર અભિયાન, સ્વયંસેવકોની વ્યવસ્થા અને સોશ્યિલ મિડીયા પર લોકોને જોડવાનું કામ કર્યું છે.

માંઝીને હટાવ્યા

માંઝીને હટાવ્યા

સમાચાર તો ત્યાં સુધી છેકે પ્રશાંત ભૂષણે જ નિતીશ કુમાર પર જોર કર્યું હતુ કે તેઓ જીતન રામ માંઝીને સીએમ પદ પરથી હટાવે. કારણ કે માંઝી તેમના માટે ખતરા સમાન હતા.

બિહારનું બ્રાન્ડીંગ

બિહારનું બ્રાન્ડીંગ

કિશોરે પાછલા છ મહિનામાં નિતીશ કુમારને પાર્ટીના ચહેરા તરીકે પ્રસ્થાપિત કરી દીધા સાથે જ સરકાર, સુશાસન, વિકાસ અને બિહારનું બ્રાન્ડીગ પણ કરી નાખ્યું.

મોદી પર ભારે પડ્યા નિતીશ

મોદી પર ભારે પડ્યા નિતીશ

પ્રશાંત કિશોરે નિતીશને ફરી એકવખત સામાન્ય લોકોના નેતા તરીકે પ્રચારીત કર્યા. અને તેમનો આ પ્રચાર મોદીની લોકપ્રિયતા પર ભારે પડ્યો.

ઘરે ઘરે દસ્તક

ઘરે ઘરે દસ્તક

પ્રશાંત કિશોરે જ નિતીશ કુમારને કહ્યું હતુ કે ઘરે ઘરે દસ્તક વાળુ અભિયાન ચલાવે. અને તેનો ફાયદો નિતીશને થયો.

ટીવી અને પેપરમાં એડ નહિં

ટીવી અને પેપરમાં એડ નહિં

ટીવી અને પેપર્સમાં ભાજપની જેમ પ્રચાર ન કર્યો. પરંતુ નિતીશ લોકોના ઘરે ઘરે જઇને મળ્યા. લોકોને મળ્યા અને પ્રચાર કર્યો. આ પ્રશાંતનું જ દિમાગ હતુ.

ભાજપને થઇ ગેરસમજ

ભાજપને થઇ ગેરસમજ

જાહેરાતો દ્વારા ભાજપને ગેરસમજણ થઇ ગઇ કે તે જીતી રહ્યું છે, અને ભાજપ ઓવરકોન્ફીડન્સમાં રહ્યું.

નિતીશ અને લાલુ મંચ પર એકસાથે નહીં

નિતીશ અને લાલુ મંચ પર એકસાથે નહીં

પ્રશાંત કિશોરે નક્કી કર્યું કે નિતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલી અને સભાઓમાં એકસાથે ઉપસ્થિત ના રહે. કારણ કે બંનેની સ્ટાઇલ અલગ હતી. તેમના શ્રોતા પણ અલગ અલગ હતા. અને બંને નેતાની જાતિગત પકડ પણ જુદી જુદી હતી.

અમિત શાહના કારણે ભાજપમાં અવગણના

અમિત શાહના કારણે ભાજપમાં અવગણના

કહેવામાં આવી રહ્યું છેકે આ ચૂંટણી નિતીશ કુમાર કરતા અમિત શાહ માટે પ્રતિષ્ઠાની જંગ હતી. કારણ કે મોદીના પીએમ બન્યા બાદ તેમની પક્ષમાં ઘણી અવગણના થઇ રહી હતી. જી હા, જીતનો શ્રેય પીએમે તેમની જગ્યાએ અમિત શાહને આપ્યો. આ અવગણનાના કારણે જ પ્રશાંત કિશોરે ભાજપનો સાથ છોડી નિતીશ સાથે હાથ મિલાવ્યો હતો

English summary
One of the factors in Nitish Kumar's victory in Bihar is the man who had once crafted Prime Minister Narendra Modi's national election campaign - Prashant Kishor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X