For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘શરમજનક અને અમાનવીય', મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ પર નીતિશ સરકારને SCની ફટકાર

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે જે રીતનું વલણ બિહાર સરકારે અપનાવ્યુ છે તે શરમજનક અને અમાનવીય છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં જે રીતે મહિલા શેલ્ટર હોમમાં છોકરીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નીતિશ સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે રીતનું વલણ બિહાર સરકારે આ મામલે અપનાવ્યુ છે તે શરમજનક અને અમાનવીય છે. સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલે નીતિશ સરકારની ટીકા કરી છે. બેંચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટીસ બી લોકુરે કહ્યુ કે બિહાર સરકારે આ મામલે ખૂબ જ નબળી એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચોઃ હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે 'હું છુ કૌલ બ્રાહ્મણ'?આ પણ વાંચોઃ હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે 'હું છુ કૌલ બ્રાહ્મણ'?

અમાનવીય અને શરમજનક

અમાનવીય અને શરમજનક

કોર્ટે બિહાર સરકારના વલણને અમાનવીય અને શરમજનક ગણાવ્યુ છે. જે રીતે બિહાર સરકારે આ મામલે કડક વલણ ન અપનાવ્યુ અને એફઆઈઆરમાં ખૂબ જ નબળી કલમો લગાવી છે તે શરમજનક છે. કોર્ટે કહ્યુ કે આ મામલે સરકાર તરફથી એફઆઈઆરમાં આઈપીસીની કલમ 377ને કેમ શામેલ કરવામાં ન આવી.

ટિસના ખુલાસા બાદ નોંધાયો મામલો

ટિસના ખુલાસા બાદ નોંધાયો મામલો

ઉલ્લેખનીય વાત એ છે કે આ મામલે એફઆઈઆર ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસના રિપોર્ટના ખુલાસા બાદ નોંધવામાં આવી હતી. રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે બિહારના શેલ્ટર હોમમાં છોકરા અને છોકરીઓનું શોષણ કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ મામલો તે વખતે સામે આવ્યો હતો જ્યારે મુઝફ્ફરપુર સ્થિત એક શેલ્ટર હોમની અંદર છોકરીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ શેલ્ટર હોમનો માલિક બ્રજેશ ઠાકુર હતો.

કોર્ટે વ્યક્ત કરી નારાજગી

કોર્ટે વ્યક્ત કરી નારાજગી

આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં યાચિકાને સામે રાખવામાં આવી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે ખૂબ જ નબળી એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલુ જ નહિ આઈપીસીની કલમ 377ને પણ આમાં શામેલ કરવામાં આવી નથી. યાચિકાકર્તાએ કહ્યુ કે આ મામલે ઘણી નબળી ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે જેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી.

જસ્ટીસ લોકુરે લગાવી ફટકાર

જસ્ટીસ લોકુરે લગાવી ફટકાર

જસ્ટીસ લોકુરે બિહાર સરકારને પૂછ્યુ કે તમે શું કરી રહ્યા છો, આ ખૂબ જ શરમજનક છે, કોઈ બાળકનું શોષણ થયુ છે અને તમે કહો છો કે કંઈ થયુ નથી, તમે આવુ કેવી રીતે કહી શકો છો, આ અમાનવીય છે. વળી, સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે જ્યારે ટિસે આ મામલે પોતાનો રિપોર્ટ મે માસમાં સરકારને સોપ્યો હતો તો યોગ્ય કાર્યવાહી કેમ ન કરવામાં આવી. કોર્ટે એ પણ કહ્યુ કે તે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી શકે છે. મહત્વની વાત એ છે કે સીબીઆઈ હાલમાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલાની તપાસ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી કાલે થશે.

આ પણ વાંચોઃ એમપીઃ વોટિંગમાં થતી ગરબડ અટકાવવા માટે પોલિસે બનાવ્યો '3 મિનિટ' નો પ્લાનઆ પણ વાંચોઃ એમપીઃ વોટિંગમાં થતી ગરબડ અટકાવવા માટે પોલિસે બનાવ્યો '3 મિનિટ' નો પ્લાન

English summary
Bihar Shelter Home case: SC slams Nitish government calls it inhuman and shameful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X